વિશાખાપટ્ટનમ, તા.1: દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત પર 12 લાખ રૂપિયાનો દંડ થયો છે. ગઇકાલના આઇપીએલના મેચમાં ચેન્નાઇ વિરૂધ્ધના મેચમાં દિલ્હી કેપિટલ્સ ટીમે ધીમી ગતિએ ઓવર ફેંકી હતી. આથી તેના કપ્તાન પંત પર 12 લાખનો દંડ મેચ રેફરીએ કર્યોં છે. સ્લો ઓવર રેટ મામલે આ પહેલા ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલને પણ 12 લાખનો દંડ થયો હતો. આ મેચમાં ઋષભ પંતે 32 દડામાં પ1 રનની આક્રમક ઇનિંગ રમી હતી. કાર અકસ્માત બાદ તેની આ પહેલી અર્ધસદી છે. મેચ બાદ પંતે કહ્યંy કે એક ક્રિકેટર તરીકે હું એવું વિચારતો નથી કે હું વાપસી કરી રહ્યો છું. મારે દરેક દિવસે મારૂ 100 ટકા યોગદાન આપવાનું હોય છે. આથી મેં શરૂઆતમાં સ્થિર થવા સમય લીધો હતો. બાદમાં બોલને હિટ કર્યાં હતા. પંતે ચેન્નાઇ સામેની જીતનો શ્રેય ટીમના બે બોલર મુકેશકુમાર અને ખલિલ અહમદને આપ્યું હતું. મુકેશે 14મી ઓવરમાં ઉપરાઉપરી બે દડામાં રહાણે અને સીમર રિઝવીની વિકેટ લીધી હતી. જયારે ખલિલ 21 રનમાં 2 વિકેટ સાથે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.