માળિયા
મીયાણા, તા.4 : વવાણિયા ગામની સીમમાં મોરબીથી શિકાર કરવા ગયેલા ત્રણ મિત્રો વચ્ચે કોઈ
કારણસર ઝઘડો થતા બે મિત્રોએ મોરબીના યુવાનની દેશી બંદુકમાંથી ગોળી મારી હત્યા કરી નાખ્યાનું
ખુલ્યું હતું.પોલીસે મોરબી- માળીયાના શખસો વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધી ઝડપી લીધા હતા.
આ અંગેની
વિગત એવી છે કે, મોરબીના મહેન્દ્રપરામાં રહેતો વસીમ ગુલામહુશેન પીલુડીયા અને મોરબીના
વાવડી રોડ પર રહેતો અસ્લમ ગફુર મોવર અને માળીયા મીયાણાનો જાવદે ઉર્ફે જાવલો હાજી જેડા નામના ત્રણેય મિત્રો બાઈક લઈને વવાણીયા
ગામની સીમમાં રોઝડાનો શિકાર કરવા ગયા હતા અને બાવળની ઝાડીમાં અસ્લમે છુપાવેલી દેશી
બંદુક કાઢી હતી અને ત્રણેય મિત્રો શિકારની રાહ જોઈને બેઠા હતા. દરમિયાન શિકાર આવતા
ત્રણેય મિત્રો વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો હતો અને અસ્લમએ લોડ કરેલી દેશી બંદુકમાંથી
ગોળી મારી વસીમની હત્યા કરી નાસી છુટયા હતા. આ બનાવ અંગેની જાણ થતા પોલીસ તેમજ મૃતક
વસીમના પરિવારજનો દોડી ગયા હતા અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.
પોલીસની
પ્રાથમિક તપાસમાં અગાઉ બાઈક સ્લીપ થતા અકસ્માતે બંદુકમાંથી ગોળી વછુટતા વસીમનું મૃત્યુ
નિપજયાની સ્ટોરી સામે આવી હતી. જો કે બાદમાં બનાવ હત્યાનો હોવાનુ સામે આવ્યું હતું.
આ અંગે પોલીસે મૃતક વસીમના પિતા ગુલામહુશેન અબ્દુલ પીલુડીયાની ફરિયાદ પરથી મોરબીના
અસ્લમ ગફુર મોવર અને મીયાણાના જાવેદ ઉર્ફે જાવલો હાજી જેડા વિરુધ્ધ ગુનો નોંધી બન્ને
હત્યારા મિત્રોને ઝડપી લીધા હતા.અને દેશી બંદુક તથા બાઈક કબજે કરી રીમાન્ડ પર લેવા
તજવીજ હાથધરી હતી.