• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

સોલડી ગામે પ્રેમ પ્રકરણ મામલે બે પરિવાર વચ્ચે સશત્ર ધીંગાણું : સાત ઘાયલ

બન્ને જૂથના 19 શખસ સામે ગુનો નોંધાયો

ધ્રાંગધ્રા, તા.3 : સોલડી ગામે પ્રેમ પ્રકરણ મામલે બે પરિવાર વચ્ચે સશત્ર ધીંગાણું ખેલાયું હતું. જેમાં સાત વ્યક્તિને ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે બન્ને જૂથના 19 શખસ સામે ગુનો નોંધી ગામમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

આ અંગેની વિગત એવી છે કે, સોલડી ગામે રહેતા ધનજીભાઈ રેવરની પુત્રી ઉર્મિલાને પડોશમાં રહેતા રવિ મોહન પરમાર સાથે પ્રેમસંબંધ હોય તે બાબતે અગાઉ માથાકૂટ થઈ હતી. દરમિયાન ગતરાત્રીના ફરીથી બન્ને પરિવાર વચ્ચે ઝઘડો થયા બાદ મામલો બીચક્યો હતો અને લાકડી, ધારિયા, પાઇપથી ધીંગાણું ખેલાયું હતું. જેમાં સાત વ્યક્તિને ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવના પગલે પોલીસ કાફલો દોડી ગયો હતો અને બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

પોલીસે બન્ને જૂથની ફરિયાદ નોંધી હતી. જેમાં રવિ મોહન, એક સગીર, પુંજા તળસી રેવર, પુંજા તળસી રેવર, ભરત તળસી રેવર, તળસી ધના રેવર, વિપુલ બાબુ રેવર, અવિનાશ ભરત રેવર, કાનજી મોહન રેવર, ભીમા મોહન પરમાર, કરશન ધના પરમાર, ભીમા મોહન, માલા મોતી, વિશાલ કાનજી, ચિરાગ ભીમા, રાહુલ વાલા અને મુકેશ કરશન પરમાર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક