• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

ધ્રાંગધ્રાના સોલડી ગામમાં પોલીસ ફરિયાદ બાબતે જૂથ અથડામણ તીક્ષ્ણ હથિયારોથી હુમલો : 19 સામે નોંધાતો ગુનો

ધ્રાંગધ્રા, તા.4: ધ્રાંગધ્રાના સોલડી ગામે અગાઉ થયેલી પોક્સોની ફરિયાદ બાબતે બે જૂથ વચ્ચે તીક્ષ્ણ હથિયારો સાથે અથડામણ થઈ હતી. આ બનાવમાં 19 સામે ગુનો નોંધાયો હતો.

ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે ગત મોડી રાત્રે બે જૂથો વચ્ચે અગાઉ થયેલી પોક્સોની ફરિયાદ બાબતે બોલાચાલી થયેલી. બોલાચાલી બાદ બંને જૂથના સભ્યો ઘાતકી હથિયારો સાથે સામસામે આવી ગયા અને એકબીજા ઉપર તુટી પડયા હતા. આમ દસેક જેટલા લોકોને ઈજા થતા ધ્રાંગધ્રા સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે વધુ સારવાર માટે સુરેન્દ્રનગર દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. બનાવના સમાચાર મળતા ધ્રાંગધ્રા સીટી અને તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ અંગે બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં ફરિયાદી રાહુલ વાલજી પરમાર દ્વારા આરોપી રવિ મોહન રેવર, જીગ્નેશ આર.રેવર, પુજા તળશી, રાહુલ મોહન, તળશી ધના, ભરત તળશી, વિપુલ બાબુ, સંજય નરસિંહ, મોહન બીજલ અને આવનીશ ભરત સામે હુમલો કરી માર મારી અને ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામા પક્ષે ભરત રેવર દ્વારા આરોપી કાનજી મોહન પરમાર, ભીખા મોહન, વિશાલ કાનજી, ચિરાગ ભીમા, કરસન દાના, માલા મોતી, રાહુલ વાલજી, રસિક વાલા અને મુકેશ કરસન સામે મારી મારી ગંભીર ઈજા પહોંચાડી  અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક