• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

પોરબંદરમાં કો-ઓપરેટિવ સોસાયટીના સંચાલકનો ઝેરી ઇન્જેક્શન લઇ આપઘાત આત્મહત્યા કરવા પાછળનું કારણ અકબંધ રહેતા પોલીસે હાથ ધરી તપાસ

પોરબંદર, તા.4: પોરબંદરમાં સુદામા ચોક પાસે આવેલી કો-ઓપરેટીવ સોસાયટીના સંચાલકે પોતાની જ ઓફિસમાં ઝેરી દવાના ઇન્જેક્શન હાથે લઇ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. બનાવ અંગે કીર્તિ મંદિર પોલીસએ કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરના જયુબેલી વિસ્તારમાં આવેલા ગુરુકૃપા ગેઇટ સામે રહેતા ભરતભાઇ વિંજાભાઇ ઓડેદરા (ઉં.વ.40) નામના યુવકે ગત તા.2ના સાંજે સુદામા ચોક પાસે આવેલી પોતાની રામ લખન કો.ઓપરેટીવ સોસાયટીની ઓફિસમાં હતા ત્યારે ઝેરી દવાના ઇન્જેક્શન પોતાના હાથે લઇ લેતા ઝેરી અસર થવાથી સારવાર માટે પ્રથમ પોરબંદર બાદ અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કીર્તિ મંદિર પોલીસને કરતા પોલીસ સ્ટાફે રાજકોટ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર બે ભાઇ બે બહેનમાં નાના હતા અને સંતાનમાં બે પુત્ર છે, ક્યાં કારણોસર પગલું ભર્યું એ અંગે  પરિવારજનો પણ અજાણ હોય પોલીસે કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.

 

 

 

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક