ચર્ચા દરમિયાન ગૃહમંત્રી શાહે કહ્યું, ભારતના વિકાસમાં યોગદાન માટે આવતા લોકોનું સ્વાગત, ખતરો પેદા કરનારા સામે થશે આકરી કાર્યવાહી : ભારતની જીડીપીમાં અને રોજગારની તકમાં ઈમિગ્રેશન બિલ દ્વારા ફાયદો થવાનો દાવો
નવી
દિલ્હી, તા. 27 : લોકસભામાં ચર્ચા બાદ દેશમાં પ્રવેશ, નિવાસ અને યાત્રા સંબંધિત પ્રક્રિયાને
સરળ અને પારદર્શક બનાવતા અને વિદેશીઓ તથા અપ્રવાસન સંબંધિત તમામ મામલાને નિયંત્રીત
કરતા ઈમીગ્રેશન અને વિદેશી વિધેયક, 2025 એટલે કે ઈમિગ્રેશન બિલ ધ્વનિમતથી પસાર કરવામાં
આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તરફથી તેમના જુનિયર ગૃહ મંત્રી નિત્યાનંદ
રાયે લોકસભામાં ખરડો રજૂ કર્યો હતો. ચર્ચા દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે ભારત એવા
લોકોનું સ્વાગત કરે છે જે વિકાસમાં મદદ કરવા માટે ભારત આવે છે પણ જે લોકો પરેશાની પેદા
કરવા માટે આવે છે ભલે પછી તે રોહિંગ્યા હોય કે બંગલાદેશી, આવા લોકોએ આકરી કાર્યવાહીનો
સામનો કરવો પડશે.આ સાથે અમિત શાહે કહ્યું હતું કે ભારત કોઈ ધર્મશાળા નથી કે કોઈપણ આવીને
વસવા લાગે. અપ્રવાસ અને વિદેશી વિષયક ખરડાથી ભારતને દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસતા
બનવાનું સપનું પૂરું થવાનું છે.
લોકસભા
દ્વારા ખરડાને મંજૂરી પહેલા શાહે કહ્યું હતું કે આ ખરડો એવા લોકોની ઓળખ કરવામાં પણ
મદદ કરશે જે ખરાબ ઈરાદાથી ભારત આવે છે. શાહે ચર્ચા દરમિયાન એવા અનેક ભારતીયોનું ઉદાહરણ
આપ્યું હતું જેઓ અલગ અલગ દેશમાં વસ્યા છે પણ ત્યાં ખુબ જ સકારાત્મક પ્રભાવ છોડયો છે.
ગૃહ મંત્રીએ એક એવા કાયદાકીય માળખાની જરુરીયાત ઉપર ભાર મુક્યો હતો જેનાથી સુનિશ્ચિત
કરી શકાય કે જે લોકો સારા કામ માટે ભારત આવે છે અને દેશના વિકાસમાં યોગદાન આપે છે તેનું
સ્વાગત કરવામાં આવે. શાહે કહ્યું હતું કે સરકાર એ લોકોનું સ્વાગત કરવા તૈયાર છે જે
પર્યટક તરીકે અથવા તો શિક્ષા, સ્વાસ્થય સેવા અને વ્યવસાય માટે ભારત આવવા ઈચ્છે છે પણ જે લોકો ખતરો પેદા કરશે તેઓનો ગંભીરતાથી ઉકેલ લાવવામાં આવશે.
અમિત
શાહે કહ્યું હતું કે ખરડામાં ચાર વિધેયકને સામેલ કરવામાં આવ્યા છે. આ ચારેય વિધેયક
દેશની આઝાદી પહેલા બન્યા હતા અને તેમાં ઘણા અનુચ્છેદને ઓછા કરીને તૈયાર કરવામાં આવ્યો
છે. તેમના મંત્રાલયે ઈમિગ્રેશન અને વિદેશીઓ સંબંધિત ખરડો તૈયાર કરવામાં ત્રણ વર્ષ સુધી
આકરી મહેનત કરી છે અને ત્રણ વર્ષ ચાલેલા મંથન બાદ વિધેયક તૈયાર કરવામાં આવ્યું છે.
તેમના કહેવા પ્રમાણે આ મહત્ત્વનું વિધેયક છે અને આ રીતના મહત્ત્વપૂર્ણ કાર્યોનો રાજનીતિક
કારણોથી વિરોધ કરવો જોઈએ નહી.
ખરડો
દેશની બ્રાન્ડિંગ, રોજગારના અવસર અને જીડીપી વધારવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે. જેનાથી
પાસપોર્ટ, વિદેશી અધિનિયમ એટલે કે અવૈધરુપે રહેતા વિદેશીઓને રોકવા અને રોજગારને વધારવાની
જોગવાઈ છે. જે કાયદાને વિધેયકમાં સામેલ કરવામાં આવ્યા છે તે તમામ કાયદા આઝાદી પહેલા
બન્યા હતા. વિધેયકને આઝાદી પહેલાના ચારેય કાયદા જોડીને તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં
ડેટા મેનેજમેન્ટ અને દસ્તાવેજોના મેનેજમેન્ટને પણ યોગ્ય કરવામાં આવ્યા છે.
ઈમિગ્રેશન
એન્ડ ફોરેનર્સ બિલ-2025
- કોઈપણ વિદેશી વૈધ પાસપોર્ટ કે દસ્તાવેજો
વિના ભારતમાં ઘૂસે તો પાંચ વર્ષની જેલ અને પાંચ લાખ રૂપિયાનો દંડ થશે
- ખોટી જાણકારી આપવી કે દસ્તાવેજોમાં ગડબડ
કરનારને 3 વર્ષની જેલ અને 3 લાખ રૂપિયા દંડ
- ગેરકાનૂની રીતે ભારતમાં ઘૂસનારને તાત્કાલિક
હિરાસતમાં લેવામાં આવશે
- જો ઘૂસણખોરી રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાશે
તો સજાની જોગવાઈ વધુ આકરી હશે
ભારત
આવ્યા વિના
મત
આપી શકશે NRI !
કોંગ્રેસ
સાંસદ થરૂરનાં વડપણવાળી કેન્દ્ર સરકારની સમિતિની ભલામણ
ઇ-બેલેટ,
પ્રોક્સી વોટિંગના વિકલ્પ : વિદેશ મંત્રાલયને સક્રિય થવા અપીલ
નવી
દિલ્હી, તા. 27 : દુનિયાના અલગ અલગ દેશોમાં વસતા ભારતીય સમુદાયને દેશના લોકશાહી પર્વમાં
સરળતાથી સામેલ કરવાની પહેલને પીઠબળ મળ્યું છે. બિનનિવાસી ભારતીય (એનઆરઆઇ) સમુદાય ભારતમાં
જાતે આવ્યા વિના જ વિદેશમાંથી પણ મતદાન કરી શકે તેવા પ્રસ્તાવને ઉચ્ચસ્તરિય સંસદીય
સમિતિ તરફથી સમર્થન મળ્યું છે.
સમિતિએ
ઇલેક્ટ્રોનિક બેલેટ (ઇ-બેલેટ) અને પ્રોક્સ વોટિંગ જેવા વિકલ્પોની ભલામણ કરી હતી. આ
મામલો અત્યારે કાયદા મંત્રાલય પાસે છે.
કેરળના
તિરુવનંતપુરમ્ના કોંગ્રેસ સાંસદ શશિ થરૂર ભારત સરકારની વિદેશી મામલાઓની સંસદીય સમિતિના
અધ્યક્ષ છે.
દેશની
બહાર રહેતા ભારતીય નાગરિકોને લોકતાંત્રિક પ્રક્રિયાના હિસ્સા બનાવવાના આશય સાથે આ પહેલ
કરાઇ છે.
કોંગ્રેસ
સાંસદનાં વડપણવાળી સંસદીય સમિતિએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, વર્તમાન નિયમ અનુસાર
એનઆરઆઇને મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા છતાં મતદાન કરવા ભારત આવવું પડે છે.
સમિતિએ
આ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, મોટી સંખ્યામાં ભારતીયો નાગરિકતા છોડી ચૂક્યા
છે અથવા વિદેશની નાગરિકતા મેળવીને બેવડી નાગરિકતા ધરાવે છે, જેનાં પગલે ચૂંટણીમાં ભાગીદારી
સીમિત થવા માંડી છે.
એનઆરઆઇ
મતદાનનો મામલો કાયદા મંત્રાલય પાસે છે, પરંતુ સંસદીય સમિતિએ વિદેશ મંત્રાલયને આગ્રહ
કર્યો છે કે, તે કાયદા મંત્રાલય, ચૂંટણીપંચ સાથે મળીને સક્રિયપણે આગળ વધે.
જો
કે, મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, તેના માટે કલબ 1950 હેઠળ બનાવાયેલા જનપ્રતિનિધિત્વ અધિનિયમમાં
સુધારા કરવા તેમજ રાજકીય પક્ષો સાથે વિચાર વિમર્શની જરૂર પડશે.