• ગુરુવાર, 12 જૂન, 2025

અમેરિકા સાથે વ્યાપાર સમજૂતિ માટેની બેઠક સફળ

            ભારત અને અમેરિકા વચ્ચેની વાતચીતમાં 2030 સુધીમાં વેપારને બમણો કરવાનું લક્ષ્ય

નવી દિલ્હી, તા. 30 : ભારત અને અમેરિક વચ્ચે વેપાર સમજૂતીના પહેલા દોરની ચાર દિવસની વાતચીત સફળ રહી છે ત્યારબાદ હવે અલગ અલગ ક્ષેત્રના વિશેષજ્ઞ આગામી અમુક અઠવાડિયામાં વાતચીતને આગળ વધારશે. ભારત અને અમેરિકામાં બન્ને પોતાના વ્યાપારને વિસ્તાર આપવા  ઉપર સહમત થયા છે અને લક્ષ્ય 2030 સુધીમાં વેપારને બમણો કરવાનું છે.

ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર સમજૂતિ અંગે થયેલી વાતચીત ઉપર વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તરફથી એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. જેમાં મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, પહેલા દોરની વાતચીત વ્યાપાર સમજૂતીની દિશામાં આગામી કદમની વ્યાપક સમજ સાથે ખતમ થઈ છે. ભારતીય ઉદ્યોગ જગતને આશા હતી કે અમેરિકી રાષ્ટ્રપતિ બીજી એપ્રિલના રોજ ટેરિફમાં વૃદ્ધિને લઈને જે આદેશ આપ્યો છે તેમાં ઘટાડો કરવામાં આવશે. જો કે મંત્રાલય તરફથી ટેરિફ મામલે હજી સુધી કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી.

ઉદ્યોગ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, નવી દિલ્હીમાં ચાર દિવસની ચર્ચાના માધ્યમથી બન્ને પક્ષ પારસ્પરિક રૂપથી લાભકારી, બહુક્ષેત્રિય બીટીએ દિશામાં આગળના કદમ માટે સહમત થયા છે. જેનું લક્ષ્ય 2025માં પહેલા તબક્કાને અંતિમ રૂપ આપવાનું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક