નવી દિલ્હી, તા.ર7 : કેન્દ્ર સરકાર ઓલા અને ઉબર જેવી ટેકસી સર્વિસ શરૂ કરવા જઈ રહી છે જે સાથે ચાલકોની ભારે માગ
ઉભી
થઈ શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં એલાન કર્યુ કે સરકારના પ્રયાસોથી
જલ્દી એક સહકારી ટેક્સી સર્વિસ શરૂ થશે. જે હેઠળ કાર, ઓટો અને બાઈક ટેક્સી ચલાવનારાઓ
રજિસ્ટ્રેશન કરાવી શકશે.
દાવો
કરાયો છે કે આ સેવાથી જે નફો થશે તે સીધો ચાલકોને મળશે અને તેમની પાસેથી કોઈ કમિશન
લેવામાં નહીં આવે. ગૃહમંત્રી શાહ સહકારીતા મંત્રાલય પણ સંભાળે છે અને તે સાથે સંકળાયેલા
એક સવાલના જવાબમાં તેમણે ઉપરોકત વાત કહી હતી. શાહે કહ્યંy કે અત્યાર સુધી ટેક્સી સેવાઓમાં
મળતું કમિશન ધન્નાસેઠોના હાથોમાં જતું હતું અને ચાલકો ખાલી રહી જતાં હતા પરંતુ હવે
આવુ નહીં થાય, એક સહકારિતા ક્રાંતિની શરૂઆત કરવામાં આવશે. સહકારથી સમૃદ્ધિનો ફકત નારો
નથી, અમે તેને જમીન ઉપર ઉતાર્યો છે. શાહે વધુમાં
જણાવ્યું કે કેટલાક જ મહિનામાં સહકારીતા ટેકસી સર્વિસ શરૂ થવાની છે. જેમાં ફોર વ્હીલર,
ઓટો અને ટ્ર વ્હીલરનું રજિસ્ટ્રેશન કરવામાં અ ાવશે. આ સેવામાં રજિસ્ટ્રેશન કરાવવા પર
સમગ્ર ફાયદો સીધો ચાલકોને મળશે. જલ્દી એક સહકારી વીમા કંપની પણ આવવાની છે જે દેશની
સૌથી મોટી વીમા કંપની બનશે. સહકારી ટેકસી સેવા શરૂ થતાં મેટ્રો શહેરોમાં પરિવહન સેવામાં
નોંધપાત્ર સુધારો થશે.