વેનેઝુએલાના
મારિયા મચાડોએ પોતાનો નોબેલ એવોર્ડ ટ્રમ્પને ભેટ આપ્યો
વોશિંગ્ટન,
તા. 16 : પોતાને વારંવાર શાંતિદૂત ગણાવનારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં
અંતે નોબેલ શાંતિ પુરસ્કાર આવી ગયો છે. આ સાથે જ ટ્રમ્પની નોબેલ શાંતિ પુરસ્કારની ઘેલછા
પુરી થઈ છે. જેના માટે તેઓ વારંવાર અલગ અલગ યુદ્ધ રોકાવ્યાના દાવાઓ કરી રહ્યા છે. જો
કે આ પુરસ્કાર નોબેલ શાંતિ સમિતિ દ્વારા નથી મળ્યો. હકીકતમાં વેનેઝુએલાના વિપક્ષના
દિગ્ગજ નેતા મારિયા મચાડોએ પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર ડોનાલ્ડ ટ્રમ્પને ભેટ આપ્યો
છે. 2025માં ટ્રમ્પના સપનાને તોડીને મારિયા મચાડોએ નોબેલ શાંતિ પુરસ્કાર જીત્યો હતો.
ટ્રમ્પ
સાથે વ્હાઈટ હાઉસમાં મુલાકાત બાદ મચાડોએ કહ્યું
હતું કે તેઓએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર ભેટ કર્યો
છે. બીજી તરફ ટ્રમ્પે મચાડોની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેમણે પરસ્પર સન્માનનું
અદ્ભુત કામ કર્યું છે. ટ્રમ્પે આગળ કહ્યું હતું કે પોતે કરેલા કામ બદલ મચાડોએ તેમનો
શાંતિ પુરસ્કાર પ્રદાન કર્યો છે.
અમેરિકી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં વેનેઝુએલાના દિગ્ગજ વિપક્ષી નેતા મારિયા
કોરીના મચાડોની મેજબાની કરી હતી. આ મુલાકાતને વેનેઝુએલામાં લોકતંત્રની બહાલી માટે સંઘર્ષ
કરતા લોકો પ્રત્યે એક મોટા સમર્થનના રૂપમાં જોવામાં આવી રહી છે. આ બેઠક દરમિયાન સૌથી
મોટી ક્ષણ ત્યારે આવી હતી જ્યારે મચાડોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાનો નોબેલ
શાંતિ પુરસ્કાર ભેટ આપ્યો હતો. આ શાંતિ પુરસ્કાર મચાડોને વેનેઝુએલામાં તાનાશાહી સામે
અતૂટ લડાઈ બદલ મળ્યો હતો. વ્હાઈટ હાઉસ સેક્રેટરી કેરોલિન લેવિટે મચાડોની પ્રશંસા કરતા
મચાડોને વેનેઝુએલાના લોકો માટે એક ઉલ્લેખનીય અને સાહસિક અવાજ ગણાવ્યા હતા.
ભલે
વ્હાઈટ હાઉસે મચાડોના સાહસની સરાહના કરી હોય પણ ટ્રમ્પના વલણમાં કોઈ ફેરફાર આવ્યો નથી.
પ્રેસ સચિવે સ્પષ્ટ કર્યું હતું કે, ટ્રમ્પ હજી પણ માને છે કે મચાડો પાસે વર્તમાન વેનેઝુએલાનું
નેતૃત્વ કરવા માટે પર્યાપ્ત સમર્થનની કમી છે. વધુમાં આ બેઠક રાજનીતિક ભવિષ્યમાં મોટો
વળાંક હોવાની સંભાવના અને અટકળોને પણ ખારિજ કરી દીધી હતી.