આર્થિક
અને નાણાકીય નીતિઓ ઘડવામાં મોંઘવારી કે ફુગાવાનું મહત્ત્વ સર્વસ્વીકૃત છે. પરંતુ ફુગાવાને
માપવો કઈ રીતે તે વિવાદનો વિષય છે. રિઝર્વ બેન્ક તેની નાણાનીતિ નક્કી કરવા માટે છૂટક
ભાવાંકના ફુગાવાને ધ્યાનમાં લે છે. તેમાં 2011-12ના વર્ષને પાયો ગણીને ભાવની વધઘટ માપવામાં
આવે છે. સરકારે હવે 2023-24ને પાયાના વર્ષ તરીકે લઈને ગ્રાહક ભાવાંકની પુનર્રચના હાથ
ધરી છે તે સમયસરનું પગલું છે.
ગ્રાહક
ભાવાંક પોતે જ કેટલાક વિવાદોનું કેન્દ્રો બન્યો છે. દાખલા તરીકે, ફુગાવાની ગણતરીમાં
અનાજ, કઠોળ અને ખાધાખોરાકીના ભાવોને કેટલું મહત્ત્વ અપાવું જોઈએ? ખોરાકના ઊંચા ભાવોને
કારણે રિઝર્વ બેન્ક વ્યાજદર ઘટાડવાનું મોકૂફ રાખે છે. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ કહે
છે કે નાણાનીતિના નિર્ધારણમાં ખોરાકના ભાવને ગણતરીમાં લેવાની જરૂર નથી. નાણાપ્રધાન
નિર્મલા સીતારામને પણ રિઝર્વ બેન્કને ખોરાકના ભાવવધારાને બાજુએ મૂકીને વ્યાજદર ઘટાડવાની
સલાહ આપી હતી. રિઝર્વ બેન્કે તે માની નહિ કેમ કે તેને ભય છે કે ખોરાકનો ભાવવધારો બેફામ
બને તો અન્યત્ર પણ ફેલાઈ શકે છે અને ફુગાવાની અપેક્ષાઓ દ્રઢ બનાવી શકે છે.
તાજેતરમાં
જાહેર થયેલા પારિવારિક વપરાશી ખર્ચ સર્વેક્ષણમાં જણાયું કે સરેરાશ ભારતીય પરિવાર ખોરાક
પર ગ્રામ વિસ્તારોમાં તેની આવકના 47.04 ટકા અને શહેરી વિસ્તારોમાં 39.86 ટકા ખર્ચે
છે. ગ્રાહક ભાવાંકમાં ખોરાકને 46.8 ટકાનો ભારાંક અપાયો છે. આનો અર્થ એ કે ગ્રાહક ભાવાંક
ફુગાવો હોય તેના કરતાં વધુ દર્શાવે છે. પરંતુ અહીં એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે દેશના
80 કરોડ લોકોને સરકાર તરફથી મફત અનાજ અપાતું હોવાને કારણે પરિવારોનો અનાજ પરનો ખર્ચ
ઓછો છે અને અનાજના ભાવ પણ નીચા છે. ન મળતું હોત તો પરિસ્થિતિ અલગ હોત. જયારે ભાવાંકની
નવરચના થાય ત્યારે આ બંને પરિબળો (ખોરાક પર ઘટેલો ખર્ચ અને મફત અન્ન યોજનાની અસર) ધ્યાનમાં
રાખવાં જરૂરી છે.
બીજો
મુદ્દો ભાવાંકમાં સમાવાતી ચીજોનો છે. હાલનો ભાવાંક 2011-12ની ચીજવસ્તુઓની યાદીને આધારે
નક્કી થાય છે. તેમાં એવી ઘણી ચીજો છે (દા.ત. ઘોડાગાડીનું ભાડું, વીડિઓ કેસેટ, ઓડિયો-િવડીયો
કેસેટના ભાવ) જેનું હાલ ગ્રાહક ખર્ચમાં કશું મહત્ત્વ હોય. તેને સ્થાને અત્યારના સામાજિક જીવનનું પ્રતાબિંબ પાડે તેવી ચીજવસ્તુઓ અને સેવાઓ ભાવાંકમાં
સમાવિષ્ટ કરાવી જોઈએ.