• મંગળવાર, 14 જાન્યુઆરી, 2025

મહાકુંભમાં વિદેશી શ્રદ્ધાળુઓનો સંગમ

બ્રાઝિલ, કેપટાઉન, જર્મની સહિતના દેશોમાંથી ગંગા તટે પહોંચ્યા વિદેશી શ્રદ્ધાળુ

નવી દિલ્હી, તા. 13 : મહાકુંભનો શુભારંભ થઈ ચૂક્યો છે. પોષ પૂર્ણિમાના મોકે કરોડો શ્રદ્ધાળુઓએ સંગમ તટે ડૂબકી લગાડી હતી. આ શ્રદ્ધાળુઓમાં મોટી સંખ્યામાં વિદેશીઓ પણ સામેલ છે. એક અહેવાલ અનુસાર મહાકુંભમાં પહોંચનારા લોકોની સંખ્યા અમેરિકા અને રશિયાની વસતી કરતા પણ વધારે છે.

બ્રાઝિલના ફ્રાન્સિસ્કો પહેલી વખત મહાકુંભમાં મોક્ષની તલાશમાં આવ્યા છે. ફ્રાન્સિસ્કોના કહેવા પ્રમાણે મહાકુંભનો અનુભવ અલગ જ છે. ભારત દુનિયાનું આધ્યાત્મિક હૃદય છે. પોતે નિયમિત યોગાભ્યાસ કરે છે અને પોતાને નસીબદાર માને છે કે મહાકુંભમાં સ્નાનની તક મળી છે.

ફ્રાન્સિસ્કોએ કહ્યું હતું કે, તેઓના મિત્રોનો એક સમૂહ છે. જેમાં કોઈ સ્પેનથી તો કોઈ બ્રાઝિલ અને પોર્ટુગલથી છે. તમામ મિત્રો આધ્યાત્મિક યાત્રાએ નીકળ્યા છે. બીજી તરફ જીતેશ પ્રભાકર મૂળ મૈસુરના છે પણ જર્મનનીની નાગરીકતા લઈ ચૂક્યા છે. તેઓ પોતાની પત્ની સસ્કિયા નઉફ અને પુત્ર આદિત્ય સાથે મહાકુંભમાં આવ્યા છે. જીતેશના કહેવા પ્રમાણે પોતે જર્મની રહે કે ભારત તેનાથી કોઈ ફરક પડતો નથી. દેશ સાથે કનેક્શન યથાવત્ જ રહેશે. દરેકે જમીન સાથે જોડાયેલું રહેવું જોઈએ અને અંતરઆત્મા સુધી પહોંચવું જોઈએ.

દક્ષિણ આફ્રિકાના કેપટાઉનથી આવેલા એક શ્રદ્ધાળુએ કહ્યું હતું કે મહાકુંભ ખૂબ જ સુંદર છે. સ્વચ્છતા પૂરી છે અને અહીંયાના લોકો ખુશમિજાજ અને મિત્રતાભર્યા છે. કેપટાઉનની જ નિક્કીના કહેવા પ્રમાણે મહાકુંભનો અનુભવ ખૂબ જ શક્તિ આપનારો છે. ગંગાતટે પહોંચીને પોતે સૌભાગ્યશાળી અનુભવે છે.

--------

મહાકુંભ ભારતના કાલાંતીત આધ્યાત્મિક વારસાને તેમ જ શ્રધ્ધા અને સંવાદિતાની ઉજવણી કરે છે : મોદી

નવી દિલ્હી, તા.13 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજ ખાતે મહાકુંભ-2025ના શુભારંભ ઉપર દરેકને શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિને પ્રેમ કરનારા કરોડો લોકો માટે આ ખૂબ જ ખાસ દિવસ છે. માહકુંભ ભારતના કાલાંતીત આધ્યાત્મિક વારસાનેઆગવુ સ્વરૂપ આપે છે અને શ્રધ્ધા સંવાદિતાની ઉજવણી કરે છે.  વડાપ્રધાને એકસ ઉપર પોસ્ટ કર્યુ હતુ કે : ભારતીય મૂલ્યો અને સંસ્કૃતિને પ્રેમ કરનારા કરોડો લોકો માટે ખસા દિવસ પૌષ પૂર્ણિમા ઉપર પવિત્ર સ્નાન સાથે આજથી પ્રયાગરાજની પાવન ભૂમિ ઉપર મહાકુંભનો શુભારંભ થઇ ગયો છે. અમારી આસ્થા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા દિવ્ય પ્રસંગે હું તમામ શ્રધ્ધાળુઓનું અભિનંદન કરું છું. ભારતીય આધ્યાત્મિક પરંપરાના વિરાટ ઉત્સવમાં તમામના જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર થાય એ જ મારી ઇચ્છા છે. પ્રયાગરાજમાં આવેલા તમામ યાત્રાળુઓ અને શ્રધ્ધાળુઓના અદભૂત રોકાણની શુભેચ્છા.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કેશોદના ચર ગામે પ્રૌઢની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી માંગરોળ પંથકનો શખસ ફરાર હત્યારો પરત્રીની ખરાબ વાતો કરતો હોય ઠપકો આપતા ઢીમ ઢાળી દીધું’તું January 14, Tue, 2025