• મંગળવાર, 14 જાન્યુઆરી, 2025

‘આ મોદી છે, વચન આપે છે તો નિભાવે છે’

કાશ્મીરમાં ઝેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કરતા પીએમ : કાશ્મીરની મુલાકાતના જૂના દિવસો યાદ કર્યા : ટનલ માટે કામ કરનારા શ્રમિકોને વખાણ્યા

નવી દિલ્હી, તા. 13 : પીએમ મોદીએ સોમવારે કાશ્મીરમાં અતિ મહત્ત્વપૂર્ણ ઝેડ મોર્થ ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદી સાથે કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લા પણ હતા. ઉદ્ઘાટન સાથે પીએમ મોદીએ લોકોને સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે, શ્રમિક ભાઈઓએ આકરી પરિસ્થિતિમાં કામ કર્યું છે અને જીવનને સંકટમાં મૂકીને કામ કર્યું છે. જો કે સંકલ્પ અડગ રાખવામાં આવ્યો હતો. કોઈપણ શ્રમિકે ઘરે પરત જવાનું કહ્યું નથી. દરેકે પડકારોને પાર કરીને કામ પૂરું કર્યું છે. આ દરમિયાન જે સાત સાથીદારોને ગુમાવ્યા છે તેઓને પૂર્ણ સમર્પણ કરે છે. મોદીએ કહ્યું હતું કે તેઓને થોડા દિવસ પહેલાં જમ્મુ રેલ ડિવિઝનના ઉદ્ઘાટનની તક મળી હતી. હવે સોનમર્ગ ટનલ દેશને સોંપવામાં આવી છે. મોદી વચન આપે છે તો નિભાવે છે.

પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે, આ હવામાન, બરફની સફેદ ચાદરથી ઢંકાયેલા પહાડ જોઈને દિલ ખુશ થાય છે. બે દિવસ પહેલા સીએમએ સોશિયલ મીડિયા ઉપર શેર કરેલી તસવીર જોઈને આતુરતા વધી હતી. મોદીએ જૂના દિવસો યાદ કરતા કહ્યું હતું કે ભાજપના સંગઠનના કાર્યકર્તા તરીકે કામ કરતા હતા ત્યારે વારંવાર કાશ્મીરનાં અલગ અલગ સ્થળોએ આવવાનું થતું હતું. તેઓએ સોનમર્ગ, ગુલમર્ગ, ગાંદરબલ, બારામુલ્લા વગેરે જગ્યાએ ઘણો સમય વિતાવ્યો છે.

મોદીએ આગળ કહ્યું હતું કે, થોડા દિવસ પહેલાં જમ્મુમાં રેલ ડિવિઝનના શિલાન્યાસની તક મળી હતી. હવે સોનમર્ગ ટનલ દેશને સોંપવાની તક મળી છે. મોદી વચન આપે છે તો નિભાવે છે. દરેક કામનો એક સમય હોય છે અને યોગ્ય સમયે યોગ્ય કામ થતા રહેશે. ટનલ મારફતે શિયાળામાં પણ કનેક્ટિવિટી જળવાઈ રહેશે. જેનાથી સોનમર્ગ સહિત પૂરા વિસ્તારમાં પ્રવાસન વધશે. આગામી દિવસોમાં રોડ અને રેલ કનેક્ટિવિટીના પણ ઘણા પ્રોજેક્ટ્સ પૂરા થવાના છે. આ નવું જમ્મુ કાશ્મીર છે.

આજે દેશ વિકાસનાં નવાં શિખર તરફ આગળ વધી રહ્યો છે. દરેક દેશવાસી 2047 સુધીમાં ભારતને વિકસીત દેશ બનાવવાની મહેનત કરી રહ્યા છે. જો કે દેશનો કોઈપણ ખૂણો વિકાસથી વંચિત ન રહે ત્યારે જ આ લક્ષ્ય પૂરું થઈ શકશે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કેશોદના ચર ગામે પ્રૌઢની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી માંગરોળ પંથકનો શખસ ફરાર હત્યારો પરત્રીની ખરાબ વાતો કરતો હોય ઠપકો આપતા ઢીમ ઢાળી દીધું’તું January 14, Tue, 2025