• મંગળવાર, 14 જાન્યુઆરી, 2025

ચેમ્પિયન્સ ટ્રોફીની ઓસ્ટ્રેલિયા ટીમમાં અનફિટ કેપ્ટન કમિન્સ અને હેઝલવૂડ સામેલ

મેલબોર્ન, તા.13 : અનફિટ હોવા છતાં કેપ્ટન પેટ કમિન્સ અને ઝડપી બોલર જોશ હેઝલવૂડનો ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ઓસ્ટ્રેલિયાની ટીમમાં સમાવેશ કરાયો છે. કમિન્સ ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં પગની પેનીમાં દર્દ છતાં રમ્યો હતો. તે આ ઇજાને લીધે શ્રીલંકા પ્રવાસમાં સામેલ થયો નથી જ્યારે હેઝલવૂડને પણ બોર્ડર-ગાવસ્કર સિરીઝ દરમિયાન પીઠની ઇજાને લીધે ત્રણ ટેસ્ટની બહાર રહેવું પડયું હતું. ઓસ્ટ્રેલિયાની 1પ ખેલાડીની ટીમમાં ઓલરાઉન્ડર મિચેલ માર્શ જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. તે નબળા ફોર્મને લીધે ભારત સામેના આખરી ટેસ્ટમાં પડતો મુકાયો હતો. અનુભવી ઓલરાઉન્ડર મેક્સવેલ અને સ્ટોઇનિસ ઓસિ. ટીમમાં સામેલ છે. સ્પિનરનાં રૂપમાં એડમ ઝમ્પા છે.

ઓસ્ટ્રેલિયા ટીમ વન ડે વર્લ્ડ કપ ચેમ્પિયન છે અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ખિતાબની દાવેદાર માનવામાં આવે છે. તે ગ્રુપ બીમાં અફઘાનિસ્તાન, ઇંગ્લેન્ડ અને દ. આફ્રિકા સાથે છે. ઓસ્ટ્રેલિયાના મેચ પાકિસ્તાનમાં લાહોર અને રાવલપિંડીમાં રમાવાના છે.

ઓસ્ટ્રેલિયા ટીમ: પેટ કમિન્સ (કેપ્ટન), એલેક્સ કેરી (વિકેટકીપર), નાથન એલિસ, એરોન હાર્ડી, જોશ હેઝલવૂડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિશ (વિકેટકીપર), માર્નસ લાબુશેન, મિચેલ માર્શ, ગ્લેન મેકસવેલ, મેથ્યૂ શોર્ટ, સ્ટિવન સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ અને એડમ ઝમ્પા.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કેશોદના ચર ગામે પ્રૌઢની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી માંગરોળ પંથકનો શખસ ફરાર હત્યારો પરત્રીની ખરાબ વાતો કરતો હોય ઠપકો આપતા ઢીમ ઢાળી દીધું’તું January 14, Tue, 2025