મૃત્યુઆંક 24 : 12 હજાર ઈમારતો
ખાખ : 150 અબજ ડોલરનું નુકસાન: હજી પણ બે દિવસ ભારે
નવી દિલ્હી,તા.13: લોસ એન્જલસ
અને તેની આસપાસ ફાટી નીકળેલા દાવાનળનો મૃત્યુઆંક વધીને 24 થઈ ગયો છે. હજી પણ સંખ્યાબંધ
લોકો લાપતા હોવાનું કહેવાય છે. કેલિફોર્નિયામાં ફરી ફરીને આગ ભભૂકવા લાગી છે અને આનાં
હિસાબે લાખો લોકોનું પલાયન થયું છે. અત્યાર સુધીમાં કુલ મળીને 12 હજાર જેટલી ઈમારતો
ખાખ થઈ ગઈ હોવાનું અનુમાન છે. એક અનુમાન અનુસાર અત્યાર સુધીમાં અમેરિકાનાં આ દાવાનગળથી
13પથી 1પ0 અબજ ડોલરનું નુકસાન થઈ ગયું છે.
દરમિયાન હવામાન વિજ્ઞાનીઓ દ્વારા
આ સપ્તાહે ફરીથી તેજ પવનો ફૂંકાવાની આગાહી કરી છે અને આનાં હિસાબે દાવાગ્નિ વધુ વિકરાળ
રૂપ ધારણ કરે તેવી પણ ભીતિ છે. અમેરિકાની રાષ્ટ્રીય મોસમ સેવા તરફથી ભીષણ આગની સ્થિતિ
માટે ઉચ્ચ શ્રેણીની ચેતવણી બુધવાર સુધી જારી રાખી છે. આ વિસ્તારોમાં 80 કિ.મી.ની ઝડપે
હવા ફૂંકાઈ શકે છે અને પહાડો ઉપર તો તેની ગતિ 113 કિ.મી. પ્રતિકલાક જેટલી પણ હોઈ શકે
છે. આનાં હિસાબે આજનો દિવસ વધુ ભયાવહ બની ગયો હતો.