• મંગળવાર, 14 જાન્યુઆરી, 2025

રૂપિયો રાંક : ડોલર સામે 86.60

નવી દિલ્હી, તા.13: ડોલર સામે રૂપિયો ઐતિહાસિક ઘટાડા સાથે રાંક થઈ ગયો હોય તેવી હાલત છે. મુદ્રા બજારમાં 63 પૈસાની કમજોરી સાથે પહેલીવાર ડોલર સામે રૂપિયો 86ની સપાટી પણ ઓળંગીને 86.60 પૈસાનાં સ્તર સુધી ગગડી ગયો હતો. જો કે રૂપિયામાં ઘટાડાનો આ સિલસિલો હજી પણ થંભે તેવા અણસાર નથી એવું નિષ્ણાતોનું માનું છે. ધારણા અનુસાર વર્ષ 202પ-26માં ડોલર સામે રૂપિયો 88ની સપાટી સુધી ગરકાવ થઈ શકે છે. એટલે કે હજી પણ રૂપિયામાં દોઢ રૂપિયા સુધીનો કડાકો અનુમાનિત છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ડોલરને મજબૂત કરવાનું ચૂંટણી વચન આપેલું. આવનારા દિવસોમાં ડોલર મજબૂત થયા પછી સ્થિર થશે અને તેનાથી ભારત જેવા ઉભરતા અર્થતંત્રોનાં ચલણને થોડો ટેકો મળી રહેશે.

તા.19મી ડિસેમ્બર 2024નાં રોજ પહેલીવાર ડોલરની સામે રૂપિયા 8પનાં સ્તરની પણ નીચે સરકી ગયો હતો. ત્યારબાદ એક માસનાં ગાળામાં જ ભારતીય ચલણમાં 1.60 રૂપિયા સુધીની કમજોરી જોવા મળી છે. આયાતકારો દ્વારા ડોલરની માગમાં વધારો અને શેરબજારમાં વિદેશી રોકાણકારોની જોરદાર વેચવાલીનાં પગલે પણ ડોલરની માગમાં ઉછાળો આવ્યો છે અને તેનાં હિસાબે રૂપિયો વધુને વધુ નબળો પડયો છે.

-----

મોંઘવારીમાં રાહત : છૂટક ફુગાવો 4 મહિનાના તળિયે

નવી દિલ્હી, તા. 13 : સરકારે જાહેર કરેલા આંકડાઓને આધારે દેશમાં છૂટક મોંઘવારી દર ડિસેમ્બરમાં ચાર મહિનાના નીચલાસ્તરે 5.22 ટકા પર આવી ગયો છે. ખાદ્ય વસ્તુઓની કિંમતોમાં ઓછી થવાને કારણે આ ઘટાડો થયો છે. રાષ્ટ્રીય આંકડા કાર્યાલય હેઠળના ગ્રાહક ભાવ સૂચકાંક મુજબ ડિસેમ્બરમાં ખાદ્ય ફુગાવો 8.39 ટકા હતો. જ્યારે નવેમ્બરમાં તે 9.04 ટકા તથા ડિસેમ્બર 2023માં 9.53 ટકા હતો.

એનએસઓ મુજબ ડિસેમ્બરમાં ગ્રાહક ભાવ સૂચકાંક (સામાન્ય) તથા ખાદ્ય ફુગાવો બંને પાછલા ચાર મહિનાના નીચલા સ્તર પર હતો.

મોંઘવારીમાં ખાણીપીણીની ચીજ વસ્તુઓનું યોગદાન 50 ટકા હોય છે. તેનો ફુગાવો 9.04 ટકાથી ઘટીને 8.39 ટકા થયો છે. જ્યારે ગ્રામીણ ફુગાવો 5.95 ટકાથી ઘટીને 5.76 ટકા તથા શહેરી ફુગાવો 4.89 ટકાથી ઘટીને 4.58 થયો છે.

ગયા મહિને ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)એ ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે તેના ફુગાવાના અનુમાનને 4.5 ટકાથી વધારીને 4.1 ટકા કર્યો હતો કેન્દ્રીય બેંકે ખાદ્ય પદાર્થોના ભાવ પર દબાણના કારણે ઓકટોબર-ડિસેમ્બર કવાર્ટરમાં એકંદરે ફુગાવો ઉચ્ચસ્તર પર રહેવાની ધારણા વ્યક્ત કરી હતી.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કેશોદના ચર ગામે પ્રૌઢની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી માંગરોળ પંથકનો શખસ ફરાર હત્યારો પરત્રીની ખરાબ વાતો કરતો હોય ઠપકો આપતા ઢીમ ઢાળી દીધું’તું January 14, Tue, 2025