મુંબઈ, તા. 13 : શિવસેના ઉદ્ધવ
જૂથના સાંસદ સંજય રાઉતે સોમવારે કહ્યું હતું કે, ઈન્ડિયા જોડાણમાં તાલમેલનો અભાવ છે.
લોકસભા ચૂંટણી બાદ આ જોડાણના પક્ષોની એક પણ બેઠક
નથી થઈ. વિપક્ષી જોડાણમાં સૌથી મોટો પક્ષ હોવાના નાતે કોંગ્રેસે આ કામ કરવું
જોઈએ તેવું કહેતાં રાઉતે કોંગ્રેસ પર જોડાણમાં સામેલ પક્ષોને કમજોર કરવાનો આરોપ મૂકયો
હતો. કોંગ્રેસ ઈન્ડિયા જોડાણના બીજા પક્ષોની વિરુદ્ધ ચૂંટણી લડીને તે પક્ષોને નબળા
પાડવાનું કામ કરે છે.
‘ઈન્ડિયા’ જોડાણમાં કલહ માટે
પણ કોંગ્રેસ જ જવાબદાર છે. ખૂદ કોંગ્રેસનો દેખાવ હરિયાણા, કાશ્મીર, મહારાષ્ટ્ર, ઝારખંડની
ચૂંટણીમાં સારો નથી રહ્યો, તેવું રાઉતે કહ્યું હતું.