ડરબન,
તા.13 : આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની દ. આફ્રિકાની ટીમ જાહેર થઈ છે. જેમાં ઝડપી બોલર
લુંગી એન્ડિગી અને એનરિક નોર્ખિયાની વાપસી થઈ છે. ટીમની કમાન તેંબા બાવૂમા સંભાળશે.
ઓલરાઉન્ડર વિયાન મૂલ્ડર અને સ્પિનર કેશવ મહારાજની પણ આફ્રિકાની વન ડે ટીમમાં વાપસી
થઈ છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં દ. આફ્રિકા ટીમ તેના અભિયાનની શરૂઆત 21 ફેબ્રુઆરીએ કરાચીમાં
અફઘાનિસ્તાન સામે મેદાને પડીને કરશે. આ પછી તેને ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે પણ
રમવાનું છે. આફ્રિકા ટીમ ગ્રુપ બીમાં છે. 1પ ખેલાડીની આફ્રિકી ટીમમાં અનુભવી ખેલાડી
ડેવિડ મિલર, રાસી વાન ડૂસેન સામેલ છે.
દ. આફ્રિકા
ટીમ : તેંબા બાવૂમા (કેપ્ટન), ટોની ડિજોર્જી, માર્કો યાનસન, હેનરિક કલાસેન (વિકેટકીપર),
કેશવ મહારાજ, એડન માર્કરમ, ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, લુંગી એન્ડિગી, એનરિક નોર્ખિયા,
કાગિસો રબાડા, રિયાન રિકેલટન, તબરેઝ શમ્સી, ટ્રિસ્ટન સ્ટબ્સ અને રાસી વાન ડૂસેન.