• મંગળવાર, 14 જાન્યુઆરી, 2025

પતંગરસિયાઓ આનંદો ! આજે પવનની ગતિ સારી રહેશે

રાજ્યમાં પવનની ગતિ 15થી 20 કિમીની રહેશે ઉત્તર - પૂર્વ તરફથી પવન ફૂંકાવાની આગાહી 

ફરી ઠંડી વધી : નલિયા 8.8 ડિગ્રી, ગિરનાર 10, રાજકોટ 11 ડિગ્રી તાપમાન : બે દિવસ રાહત બાદ ફરી ઠંડકનો નવો રાઉન્ડ શરૂ થશે

રાજકોટ, તા.13 : આવતીકાલથી ઉતરાયણ અને વાસી ઉત્તરાયણના પર્વની સમગ્ર ગુજરાત રાજ્યમાં ધામધૂમથી ઉજવણી થશે ત્યારે પતંગ રસિકો માટે આ વર્ષે ઉત્તરાયણ ખુશીના માહોલમાં પસાર થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ વર્ષે ઉત્તરાયણના દિવસે ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન હશે અને તેની ગતિ 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. એટલે કે ઉત્તરાયણના દિવસે પતંગ રસિકોને મજા પડશે.

સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થતાં જન જીવન ઉપર સીધી અસર વર્તાઈ રહી છે. ચાર દિવસ સુધી ઠંડીમાં ઘટાડો નોંધાતા લોકોમાં ભારે રાહત હતી પરંતુ ચાર દિવસના બ્રેક બાદ ફરી ઠંડી શરૂ થતા માનવજીવ સાથે પશુઓ પણ ધ્રૂજી ઉઠયા છે. કડકડતી ઠંડીનાં કારણે લોકો રાત્રે તાપણાં કરી ઠંડીથી બચી રહ્યા છે. લોકો એ કરેલ તાપણાંમાં મોડી રાત્રે ગાયો અને શ્વાન પરિવાર તાપણાં નજીક બેસી સૂસવાટા મારતા પવન સાથે કડકડતી ઠંડીથી બચવા પ્રયાસો કરી રહ્યા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી ઠંડી વધી છે, કચ્છના નલિયામાં 8.8 ડિગ્રી, ડીસા 9.9, ગિરનાર 10, રાજકોટ 11, ગાંધીનગર 11.7, ભુજ 11.4, જામનગરમાં 1ર.પ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

આજે વહેલી સવારથી જ ગુજરાતમાં પવનની ગતિ ખૂબ જ ઝડપી છે તેને કારણે ઠંડા પવનો અનુભવાઈ રહ્યા છે પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 48 કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે જ્યારે આ વર્ષે ઉત્તરાયણ ખુશીના માહોલમાં પસાર થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. અ ઉપરાંત ગત મોડી રાતથી જ પવનની ગતિ પણ વધી હોય તેવો અનુભવ ગુજરાતવાસીઓ કરી રહ્યા છે. બીજી તરફ ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશા તરફથી આવતા ઠંડા પવનોને કારણે લઘુતમ અને મહતમ તાપમાનમાં ઘટાડો થયો છે. જેને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કેશોદના ચર ગામે પ્રૌઢની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી માંગરોળ પંથકનો શખસ ફરાર હત્યારો પરત્રીની ખરાબ વાતો કરતો હોય ઠપકો આપતા ઢીમ ઢાળી દીધું’તું January 14, Tue, 2025