મુંબઇ,
તા.13: દુનિયાની સૌથી લોકપ્રિય અને મોંઘી ટી-20 લીગ આઇપીએલ-202પનો પ્રારંભ તા. 21 માર્ચથી
થશે અને પહેલો મેચ કોલકતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન મેદાન પર રમાશે. 2પ મેના રોજ આ જ મેદાન
પર આઇપીએલ-202પનો ફાઇનલ મુકાબલો રમાશે. કવોલીફયાર-2નું આયોજન પણ ઇડન ગાર્ડન પર થશે.
જયારે પ્લેઓફના પહેલા બે મેચ હૈદરાબાદમાં આયોજિત થશે. જયારે ડબ્લ્યૂપીએલ (મહિલા આઇપીએલ)નું
આયોજન 7 ફેબ્રુઆરથી 2 માર્ચ દરમિયાન થશે. ડબ્લ્યૂપીએલના મેચ બેંગ્લુરુ, વડોદરા, મુંબઇ
અને લખનઉમાં રમાશે. આઇપીએલ-202પની બીસીસીઆઇએ ગઇકાલે રાત્રે જાહેરાત કરી છે. પૂરો કાર્યક્રમ
આ મહિનાના અંતમાં જાહેર થશે.
આઇપીએલની
પરંપરા અનુસાર ઉદ્ઘાટન મેચમાં ચેમ્પિયન્સ ટીમ ભાગ લે છે. વર્તમાન વિજેતા કોલકતા નાઇટ
રાઇડર્સ છે. આથી પહેલો મેચ ઇડન ગાર્ડન પર રમાશે. 202પની સીઝનમાં કુલ 74 મુકાબલા રમાશે.
જે પાછલી સીઝનની બરાબર છે.