મેલબોર્ન,
તા.13: અમેરિકાની ત્રીજા ક્રમની યુવા ખેલાડી અને ખિતાબની દાવેદાર પૈકીની ખેલાડી કોકો
ગોફે વર્ષની પ્રથમ ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપનમાં જીત સાથે પ્રારંભ
કર્યો છે. જ્યારે મેન્સ સિંગલ્સમાં ટૂર્નામેન્ટના બીજા દિવસે જ મેજર અપસેટ થયો હતો.
અમેરિકાના 20 વર્ષીય ખેલાડી એલેક્સ મિચેલસેને વર્ષ 2023ના ઓસ્ટ્રેલિયન ઓપનના ઉપવિજેતા
ગ્રીસના સ્ટેફાનેસ સિતસિપાસને પહેલા રાઉન્ડમાં હાર આપી હતી. મિચેલસેનનો 7-પ, 6-3,
2-6 અને 6-4થી વિજય થયો હતો અને બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. તે વિશ્વ ક્રમાંકમાં
42મા સ્થાને છે. સિતસિપાસનો વિશ્વ ક્રમાંક 12 છે.
મહિલા
સિંગલ્સમાં કોકો ગોફનો પહેલા રાઉન્ડમાં સોફિયા કેનિન વિરુદ્ધ 6-3 અને 6-3થી વિજય થયો
હતો. બીજા ક્રમની પોલેન્ડની ઇગા સ્વિયાતેક અને 28મા નંબરની ખેલાડી સ્વિતોલિના પહેલા
રાઉન્ડની જીત સાથે આગળ વધી હતી. 16મા ક્રમની ઓસ્ટાપેંકો ઉલટફેરનો શિકાર બની બહાર થઇ
હતી.
મેન્સ
સિંગલ્સમાં ટોચના ક્રમના યાનિક સિનરનો અને 17મા ક્રમના ફ્રાંસિસ ટિયાફેનો પહેલા રાઉન્ડમાં
વિજય થયો હતો.