મુંબઈ,
તા.12: ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ટીમ ઇન્ડિયાની ચિંતામાં વધારો થયો છે. ઝડપી બોલર જસપ્રિત
બુમરાહ પીઠની ઇજાને લીધે ઇંગ્લેન્ડ વિરૂધ્ધની લીમીટેડ ઓવર્સની બન્ને સિરીઝ ગુમાવશે.
આ ઉપરાંત ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ સ્ટેજના મેચોની પણ તે બહાર રહી શકે છે. બીસીસીઆઇએ
બુમરાહને તાકિદે બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ)માં રિપોર્ટ કરવાનું
કહ્યંy છે. જ્યાં તેની રિકવરી પર નજર રાખવામાં આવશે. એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે
કે બુમરાહે તેની પીઠની ઇજા પર ન્યુઝીલેન્ડના એક ડોક્ટરની સલાહ લીધી છે અને તેની પાસે
લગભગ સારવાર કરાવશે.
બુમરાહની
પીઠમાં ફ્રેક્ચર નથી, પણ સોજો રહે છે. તે આ સારવાર માટે ત્રણ સપ્તાહ સુધી એનસીએમાં
રમશે અને કિવિઝ ડોક્ટરની સલાહ મુજબ રીહેબ કરશે. 31 વર્ષીય બુમરાહને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધના
આખરી ટેસ્ટની બીજા દિવસે પીઠના દર્દની સમસ્યા શરૂ થઈ હતી. આ પછીથી તે બોલિંગ કરી શક્યો
ન હતો. આ મેચમાં ભારતની હાર થઈ હતી અને ઓસ્ટ્રેલિયાનો 3-1થી શ્રેણી વિજય થયો હતો. પ
મેચની શ્રેણીમાં બુમરાહનાં નામે સર્વાધિક 32 વિકેટ રહી હતી.