ચક્ષુદાન
રાજકોટ:
મૂળ ગોંડલના હાલ રાજકોટ રઘુવંશી સમાજના જેન્તીભાઇ જેઠાલાલ તન્નાનું અવસાન થતા સદ્ગતના
પુત્રો કિરીટભાઇ, નિલેશભાઇ, પરિવારજનોએ પોતાના બનેવી, ચક્ષુદાન જનજાગૃતિ અભિયાન સમિતિના
સક્રિય કાર્યકર્તા નયનભાઇ મગનલાલ ગંધાની પ્રેરણાથી ચક્ષુદાનનો પ્રેરણાદાયી નિર્ણય લીધો
હતો.
સ્વ.
જેન્તીભાઇનું ચક્ષુદાન જૈન તથા વિવેકાનંદ યુથ કલબનાં માર્ગદર્શક મુકેશભાઇ દોશી, ચક્ષુદાન
અભિયાનના અનુપમભાઇ દોશી, જૈન સોશિયલ ગ્રુપની આશ્રય કમિટી ચેરમેન ઉપેનભાઇ મોદી દ્વારા
કરાવાયું હતું. ડો. ધર્મેશ શાહએ સ્વીકાર કરેલ.
જૂનાગઢ
: સુરેશભાઈ ધનજીભાઈ લુક્કા મૂળ માધવપુરવાળાના પુત્ર પરેશભાઈ (ઉં.49) તે મનિષભાઈ, રીનાબેન
ચેતનકુમાર ખોડા માધવપુરના ભાઈ, તે પ્રભુદાસભાઈ, ગિરીશભાઈ (બટુકભાઈ)ના ભત્રીજાનું તા.5ના
અવસાન થયું છે. ઉઠમણું તા.6ના સાંજે 4થી 5, જાગનાથ મહાદેવ મંદિર, જલારામ સોસાયટી, તળાવ
દરવાજા રોડ ખાતે છે.
રાજકોટ:
મૂળ પડધરી હાલ રાજકોટ સ્વ.પ્રદ્યુમ્નભાઈ જેઠાલાલ કોટેચાનાં પત્ની જયશ્રીબેન (ઉં.77)
તે હરેશભાઈ, રાજેશભાઈનાં ભાભી, તે ચિરાગ, ડોલીબેન, ટીનુબેન, દીપુબેન, સ્વીટીબેન, પીન્ટુબેન,
પ્રતીક્ષાબેન, કિંજલબેન, ડિમ્પલબેનનાં માતુશ્રી અને તે સ્વ.રતીલાલ વાઘજીભાઈ કોટકની
દીકરીનું તા.3ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.6ના બપોરે 4-30થી 5-30,
પંચનાથ મંદિર, લીમડા ચોક, રાજકોટ છે.
રાજકોટ:
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ ચિંતનભાઈ નવનીતભાઈ દવે (ઉં.36) તે સ્વ.શિવલાલભાઈ વલ્લભજીભાઈ
દવેના પૌત્ર, તે નવનીતભાઈ શિવલાલભાઈ દવેના પુત્ર, તે હેતાર્થના પિતા, સ્નેહાબેનના પતિ,
નયનભાઈ નંદલાલભાઈ દવે (બરવાળા-બાવીશી), કૌશિકભાઈ, મહેશભાઈ (રાજકોટ)ના ભત્રીજા, ચાંદનીબેન,
ભક્તિબેન, ભાષીતભાઈના ભાઈ, સ્વ.મુકેશભાઈ મનુભાઈ ભટ્ટના જમાઈ, જાગૃતભાઈ ભટ્ટ (અમદાવાદ)ના
બનેવીનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.9ના બપોરે 3થી સાંજે 5 સુધી, ધુમકેતુ હોલ,
4-રોયલ પાર્ક, કે.કે.વી.હોલ પાસે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. મો.નં.99092
45504, 98791 89529.
ધ્રોલ
: શાંતિલાલ ભગવાનજીભાઈ કોટેચા (ઉં.78) તે સ્વ.ભગવાનજીભાઈ રાઘવજીભાઈ કોટેચાના પુત્ર,
તે સ્વ.કાંતિલાલ, સ્વ.વ્રજલાલ તથા સ્વ.મોહનલાલ તથા સ્વ.જશુબેન (મુંબઈ) તથા સ્વ.લલિતાબેન
(રાજકોટ)ના ભાઈ, તે કમલેશ, બીનાબેન હિમાંશુકુમાર મશરૂના પિતાશ્રી, તે બાલંભા નિવાસી
સ્વ.રતિલાલ રામજીભાઈના જમાઈનું અવસાન થયું છે. ઉઠમણું તા.6ના 4થી 5, ધ્રોલ લોહાણા વ્રજમોહન
વાડી, જોડિયા રોડ, ધ્રોલ છે. પિયર પક્ષની સાદડી સાથે છે.
રાજકોટ:
સોની ચીમનલાલ ગોપાલજી લોઢિયા (ઉં.81) તે નિલેશ, દીપ્તિના પિતાશ્રી, તે રમેશભાઈ, સ્વ.નવીનભાઈ,
નરેન્દ્ર, મનસુખના મોટાભાઈનું તા.4ના રાજકોટ મુકામે અવસાન થયું છે.
રાજકોટ:
રાજકોટ નિવાસી બહાદુરભાઈ રવજીભાઈ ડોડિયા, તે શોભનાબેનના પતિ, તે દેવજીભાઈ, હરેશભાઈ
તથા જીતેન્દ્રભાઈના ભાઈ, તે હિરેનભાઈ, હેતલબેન ધવલકુમાર પરમારના પિતાશ્રીનું તા.4ના
અવસાન થયું છે. બેસણું તા.6ના સાંજે 4થી 6, કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર, મા કોમ્પલેક્સની
પાછળ, સાધુવાસવાણી કુંજ રોડ, રેલનગર, રાજકોટ છે.
રાજકોટ:
અમદાવાદ નિવાસી હાલ રાજકોટ સરલાબેન (બેનીબેન) વિનયભાઈ વોરા (ઉં.85) તે રાજ્યપાલના પૂર્વ
ફોટોગ્રાફર સ્વ.વિનયભાઈ વોરાનાં પત્ની તથા સ્વ.શાંતિલાલ પોપટલાલ પારેખનાં પુત્રી, તે
મહેશભાઈ, કુમારભાઈ, અશ્વિનભાઈ, કિરીટભાઈ, ડોલરભાઈ, ભારતીબેન પારેખના બેનનું તા.4ના
અવસાન થયું છે. બેસણું તા.6ના સવારે 10-30થી 11-30, શેઠ ઉપાશ્રય, ન્યુ કોલેજ વાડી,
મહાવીર પાર્ક, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ છે.
જસદણ:
ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ મૂળ ગોંડલ હાલ જસદણ હેમાંગ વ્યાસ (ઉં.42) તે સ્વ.રમેશચંદ્ર વ્યાસ
અને જ્યોતિબેનના પુત્ર, તે હેતલબેનના પતિ, પૂર્વિબેન ભાવેશભાઈ રાવલ (અમરેલી)ના નાનાભાઈ,
તે સ્વ.જયંતીભાઈ, સ્વ. અશ્વિનભાઈ, કમલેશભાઈના ભત્રીજા, તે શશીકાંત એચ.રાવલ (જામનગર)ના
ભાણેજ, ઈન્દુભાઈ બાલુભાઈ જોષી (અમરેલી)ના જમાઈનું તા.4ના અવસાન થયું છે. ઉઠમણું તા.6ના
સાંજે 4થી 5, ગાયત્રી મંદિર, બસ સ્ટેશન સામે, જસદણ છે.
બીલખા:
ઘાંચી સમાજના અગ્રણી ગફુરભાઈ જમાલભાઈ ચૌહાણ (સભાપતિ)નું તા.5ના અવસાન થયું છે. જિયારત
તા.7ના બીલખા જુમ્મા મસ્જિદમાં છે.
રાજકોટ:
મિનાક્ષીબેન જગદીશચંદ્ર કારિયા તે સ્વ.જગદીશચંદ્ર પુરુષોત્તમદાસ કારિયાનાં પત્ની, તે
સ્વ.નીરજભાઈ, વિશાલભાઈનાં માતુશ્રીનું તા.5ના અવસાન થયું છે. ઉઠમણું, માવતર પક્ષની
સાદડી તા.6ના સાંજે 4થી 5, ગંગદેવ મહાદેવનાં મંદિર, 7 - યોગી પાર્ક, કાલાવડ રોડ, ક્રિસ્ટલ
મોલની સામેની શેરી,
રાજકોટ
છે.
જૂનાગઢ
: મૂળ ખાંભલા હાલ જૂનાગઢ કુંદનબેન વિનાયકભાઈ રાવલ (ઉં.72) તે વિનાયકભાઈ વ્રજલાલભાઈ
રાવલનાં પત્ની, તે કપિલભાઈ, તેજલબેનનાં માતુશ્રી, તે ઓમ અને રુદ્રનાં દાદીનું તા.4ના
અવસાન થયું છે. બેસણું તા.6ના 4થી 6, વિશ્વેશ્વર મહાદેવ મંદિર, મોતી પેલેસ ટાઉનશિપ
વંથલી - જૂનાગઢ હાઇ વે, જૂનાગઢ છે.
રાજકોટ
: સ્વ.પ્રદીપભાઈ મુગલલાલ શુક્લા (પૂર્વ બીએસએનએલના કર્મચારી) તે બીના તુષારભાઈ વ્યાસ,
તે મનોજ, નિકુંજના પિતાશ્રી, તે દર્શ અને શિવમના દાદાનું તા.4ના અવસાન થયું છે. બેસણું
તા.6ના સાંજે 5થી 6, ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધરમનગર મેઇન રોડ, સ્ટર્લિંગ હોસ્પિટલ
પાછળ, રાજકોટ છે.