• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

avsan nondh

ચક્ષુદાન

રાજકોટ: સવિતાબેન છગનભાઇ મેણિયાનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર ચક્ષુદાન કરેલું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 615મું અને ડિસેમ્બર મહિનામાં 17મું ચક્ષુદાન થયેલું છે.

ચક્ષુદાન

ધોરાજી : એસ.ટી.ના નિવૃત્ત ડ્રાયવર અને સેવાભાવી અરજણભાઈ દાનાભાઈ ચૌહાણનું અવસાન થતાં તેમના પરિવારજનોની ઇચ્છાનુસાર ચક્ષુદાન કરાયું છે. માનવ સેવા યુવક મંડળની પ્રેરણાથી સિવિલ હોસ્પિટલને ચક્ષુદાન મળ્યું છે.

જૂનાગઢ: હિમાંશુ મધુસુદન શુક્લ (ઉં.79)(િનવૃત્ત જીઈબી) તે ભાવનાબેનના પતિ, તે ખ્યાતિ અને કવનના પિતા તેમજ ઉર્વીશ શુક્લના મોટાભાઈનું તા.13ના અવસાન થયું છે. સ્મશાન યાત્રા તા.14ને મંગળવારે સવારે 9 કલાકે તેમના નિવાસસ્થાન વડ ફળિયા રણછોડરાયજી મંદિર પાસેથી નીકળશે.

મોરબી: કમળાબેન વજેશંકર જોષી તે સ્વ.વજેશંકર વિશ્વનાથ જોષીના પત્ની અને ચંદ્રકાંતભાઈ, અશોકભાઈ, સ્વ.પ્રવીણભાઈ, સ્વ.મનોજભાઈ તથા મુકેશભાઈ તેમજ ભાનુબેન ચંપકલાલ પાઠક, સરોજબેન રજનીકાંત પંડયા તથા સ્વ.સાધનાબેન તથા કોકિલાબેન ગીતેશકુમાર ભટ્ટના માતાનું તા.13ને સોમવારે અવસાન થયું છે. બેસણું તા.16ને ગુરુવારે સાંજે 4થી 5, તેમના નિવાસ સ્થાન ગુ.હા.બોર્ડ, બ્લોક નં.એમ-799, શનાળા રોડ, મોરબી મુકામે છે. પિયર પક્ષની સાદડી સાથે છે.

ભાટિયા: લીલાધરભાઈ મગનલાલ મોદી (ઉં.65) તે જયંતીભાઈ, સ્વ.િદલીપભાઈ, વિજયભાઈના ભાઈ તેમજ રવિભાઈ, જયભાઈ (મોદી જનરલ સ્ટોર) તથા હેતલબેનના પિતા તથા કરશનભાઈ વાલજીભાઈ મજીઠિયા (ધીણકીવાળા)ના જમાઈનું અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.15ને બુધવાર સાંજે 4થી 4-30, શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, દ્વારકાધીશ સોસાયટી હર્ષદ રોડ, ભાટિયા ખાતે છે. સાસરા પક્ષની સાદડી સાથે છે.

આટકોટ: કિરણબેન (ઉં.55)તે (હોટલ ગ્રીનવાળા), જગદીશભાઇ શશીકાંત જોષીના પત્ની, અર્જુનભાઇ, પાર્થભાઇ, ક્રિષ્નાબેન ભૂષણકુમાર પંડયા (દેરડી કુંભાજી), ઝરણાબેન આનંદકુમાર ઉપાધ્યાય (વેરાવળ)ના માતા, તેમજ કલ્પેશભાઇ, અલ્પેશભાઇ, ગૌરાંગભાઇ, ગીતાબેન  રોહિતકુમાર જોષી (મહુવા), શીલાબેન પંકજકુમાર વ્યાસના ભાભી, હર્ષભાઇ તથા ધ્રુવીબેન, દર્ષિતકુમાર ભટ્ટ ના ભાભુનું તા.12ને રવિવારે અવસાન થયું છે. બેસણું તા.16ને ગુરુવારે સાંજે 4થી 6 સ્વામીનારાયણ સ્કૂલ, રાધાનગર, આટકોટ મુકામે છે.

રાજકોટ: સુજાતાબેન (ઉં.65)તે નિતિનકુમાર નવિનચંદ્ર ચોકસી (િનવૃત્ત લેબર કોર્ટ)ના પત્ની, તેમજ બોટાદ  નિવાસી સ્વ. જયંતીલાલ વિઠ્ઠલદાસ બગડિયાના પુત્રીનું તા.13ના રોજ અવસાન થયું છે. સ્મશાન યાત્રા તેમના નિવાસ સ્થાન ‘શ્રી જયદેવ’, 6/8 વૈશાલીનગર, આમ્રપાલી સિનેમા રોડ, રૈયા રોડ, રાજકોટથી તા.14ને મંગળવારે સવારે 9-30 કલાકે નીકળશે.

રાજકોટ: ભાવનાબેન કિશોરભાઇ ઓઝા તે હિરેનના માતા, રેખાના સાસુમા તેમજ રિયાના દાદીનું તા.12ના અવસાન થયું છે.  લાકિકક્રિયા બંધ છે.

રાજકોટ: મિલન યોગેશભાઇ તન્ના (ઉં.27) તે સ્વ. તુલસીદાસ તથા સ્વ. નર્મદાબેનના પૌત્ર, યોગેશભાઇ તથા લતાબેનના પુત્ર તેમજ દર્શનભાઇના ભાઇનું તા.12ને રવિવારે અવસાન થયું છે. ઉઠમણું તા.16ને ગુરુવારે ચંદ્રભોલેશ્વર મહાદેવ મંદિર, રાધા પાર્ક-1 , અયોધ્યા ચોક, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે સાંજે 4થી 5 છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક