• બુધવાર, 15 જાન્યુઆરી, 2025

અવસાન નોંધ

ગિરનારના વયોવૃધ્ધ સંત મૌનીબાપુ

104 વર્ષની વયે દેવલોક પામ્યા

જૂનાગઢ, તા.7: ગિરનારના તપસ્વી, વયોવૃધ્ધ સંત મૌનીબાપુ આજે 104 વર્ષની વયે દેવલોક પામતા સેવકો, અનુયાયીઓએ આંચકો અનુભવ્યો છે. બપોર બાદ ડેરવાણ ચોકડી ખાતે તેમના આશ્રમમાં સમાધિ આપવામાં આવી હતી. ગિરનાર ભૂમિમાં તપોનિષ્ઠ, મૌનીબાપુથી જાણીતા, સંત આજે સવારે દેવલોક પામતા આ અંગેની જાણ થતા શિષ્ય, સેવક સમુદાય શોકમાં ગરકાવ થઇ ગયો હતો અને અંતિમ દર્શન માટે ભાવિકો ઉમટી પડયા હતા. મૌનીબાપુ આજીવન લંગોટ અને વીજ ઉપકરણ વગર તપના સહારે જીવન જીવ્યા હતા. ભેસાણ રોડ ઉપર ડેરવાણ ચોકડી ખાતે આશ્રમમાં તેઓ સાધના કરતા હતા. સત્તા-સંપત્તિથી કાયમી પર રહી માત્ર પ્રભુ ભક્તિમાં લીન રહેતા હતા. તેમના દર્શન માટે દૂર દૂરથી ભાવિકો ઉમટતા હતા. તેઓ દેવલોક પામતા ગિરનારે એક તપોનિષ્ઠ સંત ગુમાવ્યા છે.

 

ગોસા (ઘેડ)ના માજી સરપંચ માલીબેનનું અવસાન

ગોસા (ઘેડ) તા.7: પોરબંદર તાલુકા પંચાયતમાં ગોસા (ઘેડ)ની તાલુકા પંચાયતની બેઠકમાં ચૂંટાઇ, ગોસા ઘેડ વિસ્તારમાં ઉત્તમ કામગીરી કરનાર ગોસા (ઘેડ) ગ્રામ પંચાયતમાં પણ સરપંચ તરીકે રહીને ગોસા ગામના વિકાસના કામમાં નોંધપાત્ર કામગીરી કરનાર એવા  માલીબેન દેવશીભાઇ આગઠનું ગઇ કાલે અવસાન થતા ગોસા (ઘેડ) પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. ગોસા (ઘેડ)ના માજી સરપંચ માલીબેન દેવશીભાઇ આગઠ (ઉ.વ.65) તે ગોસા (ઘેડ)ના માજી સરપંચ-ઉપસરપંચ દેવશીભાઇ દેવદાસભાઇ આગઠના પત્ની, પોરબંદર તાલુકા પંચાયતના સદસ્ય દિલીપભાઇ આગઠ એચ.ડી.એફ.સી. બેંકના કર્મચારી દિનેશભાઇ દેવશીભાઇ આગઠના માતુશ્રી, ભીમાભાઇ, લીલાભાઇ, રામાભાઇ અને રાણાભાઇ દેવદાસભાઇ આગઠના ભાભી, જેઠાભાઇ અને વેજાભાઇ નાગાભાઇ ઓડેદરાના બહેન થાય તેમનું તા.6ના અવસાન થતા ગોસા (ઘેડ) ગામમાં ભારે શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. ગામની તમામ દુકાનો સદગતના માનમાં બંધ રાખી શ્રધ્ધાંજલી અર્પી હતી.

સાંજે સદગતના ઘરેથી નીકળેલ સ્મશાન યાત્રામાં ગોસા ગ્રામ પંચાયતના સરપંચ વાઘાભાઇ કોડીયાતર, ઉપસરપંચ પોલાભાઇ આગઠ, વેપારી અગ્રણીમાં કારા કાના ઓડેદરા, કારાભાઇ આગઠ, હરીશભાઇ ઠક્કર, કેશુભાઇ ઓડેદરા રામભાઇ પી. ઓડેદરા, પત્રકાર વિરમભાઇ આગઠ વગેરેએ જોડાઇ શ્રધ્ધાંજલી અર્પી હતી.

 

રાજકોટ: મુળ ગામ પાજોદ, હાલ રાજકોટ જયાબેન હરિભાઈ કરગથરા (ઉ.90) તે સ્વ.હરિભાઈ છગનભાઈના પત્ની, જેન્તીભાઈ, મનસુખભાઈ, હરેશભાઈ તથા ઉષાબેન કિરણકુમાર સાંકડેચાના માતુશ્રી, નરોતમભાઈ, છગનભાઈના ભાભી, સ્વ.ભીમજીભાઈ બકરાણીયાની દિકરીનું અવસાન થયું છે. બેસણુ તા.9ના બપોરે 3.30 થી પ.30 ગુર્જર સુતાર કેળવણી મંડળ, ભક્તિનગર સ્ટેશન પ્લોટ, 7/10નો કોર્નર, રાજકોટ છે.

રાજકોટ: નલીનભાઈ જયસિંહ ચૌહાણ (ઉ.પ7) તે અર્જુનના પિતા, સ્વ.નંદલાલભાઈ, સ્વ.સુરેશભાઈ, હરેશભાઈ, દીપકભાઈ, હસુભાઈ ચૌહાણના ભાઈનું તા.7નાં અવસાન થયું છે. બેસણુ તા.9ના 4 થી 6 કોઠારીયા કોલોની કવા. નં.197 વિમાના દવાખાના પાસે, રાજકોટ છે.

જામનગર: કાલાવડ નિવાસી સ્વ.મહેન્દ્રભાઈ લક્ષ્મીચંદ્ર મહેતાની પત્ની અંજનાબેન તે હિરેન મહેન્દ્રભાઈ મહેતા (જામનગર ડીસ્ટ્રીક બેંક લી.)ના માતુશ્રી, મીતા હિરેન મહેતાના સાસુ, હર્ષના દાદીનું તા.6ના અવસાન થયું છે. ઉઠમણુ તા.9ના સવારે 9.30, પ્રાર્થનાસભા 10 કલાકે કામદાર વાડી અંબર સીનેમા પાસે, જામનગર છે.

રાજકોટ: લુહાર હસમુખભાઈ ત્રિભોવનભાઈ સિદ્ધપુરા (બાબરાવાળા) (ઉ.74) તે સાગર મશીન ટુલ્સવાળા રાજુભાઈ, નિલેશભાઈ તથા ભાવનાબેનના પિતાશ્રીનું તા.7ના અવસાન થયું છે. બેસણુ તા.9નાં સાંજે 4 થી 6 ધારેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ, રાજકોટ છે.

રાજકોટ: સોની મંજુલાબેન (ઉ.88) તે સ્વ.ચંદુલાલ પરસોતમદાસ રાધનપુરા (બહેરીન)ના પત્ની, અનિલભાઈ, રમેશભાઈ, અરૂણાબેન, સરોજબેન, જ્યોત્સનાબેનના માતુશ્રી, સ્વ.હીરાલાલ ગોવિંદજી આદેસરાના દીકરીનું તા.6નાં અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણુ તા.9ના સવારે 10 થી 11.30 સોની સમાજની વાડી, ખીજડાશેરી, યુનિટ નં.ર, કોઠારીયા નાકા રાજકોટ છે.

પોરબંદર: રંજનબેન ધીરજલાલ રાયચુરા (ઉ.6પ) તે ધીરજલાલ વ્રજલાલ રાયચુરાના પત્ની, પીંડારાવાળા સ્વ.જમનાદાસ વલ્લભદાસ રાડીયાના પુત્રી, ભાવના, રિદ્ધિ અને યજ્ઞેશના માતુશ્રીનું તા.6ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, પિયરપક્ષની સાદડી તા.8નાં 4.1પ થી 4.4પ લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઈ-બહેનોની સંયુક્ત છે.

વાંકાનેર: સ્વ.નરેન્દ્રભાઈ લાલજીભાઈ પાટડીયા (ઉ.64) તે મયુરભાઈ, વીરાજભાઈ, નિરાલીબેનના પિતાશ્રીનું તા.7ના અવસાન થયું છે. બેસણુ તા.9નાં સાંજે 3 થી પ પાર્થ ધ્વજ હનુમાનજી મંદિર સામે, ગૌશાળા રોડ, જીનપરા, વાંકાનેર છે.

સાવરકુંડલા: જૂના સાવર: કમળાબેન રસીકભાઈ કાનાણી (ઉ.79) તે સ્વ.રસીકભાઈ નાનજીભાઈ કાનાણીના પત્ની, કમલેશ, જતીનભાઈના માતૃશ્રીનું તા.7ના અવસાન થયું છે.

જેતપુર: ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ શરદભાઈ હિંમતલાલ પંડયા (ઉં.79) વાઘેશ્વરી માતાજી મંદિરના પૂજારી (ભાદરકાંઠા), તે સ્વ.કનૈયાલાલ હિંમતલાલ પંડયા, હસમુખભાઈ હિંમતલાલ પંડયા (બલાભાઈ), સ્વ.હકુબેન (રાજકોટ), ચંદ્રિકાબેન (જૂનાગઢ), મીતાબેન (જામનગર), તલુબેન (રાજકોટ), રંજનબેન (જેતપુર)ના મોટાભાઈ, ધર્મેશભાઈ કનૈયાલાલ પંડયા, જીજ્ઞેશભાઈ કનૈયાલાલ પંડયા તથા રૂપેશભાઈ કનૈયાલાલ પંડયાના મોટા બાપુજીનું તા.7મીએ અવસાન થયું છે. બેસણું તા.9મીએ ગુરુવારે સાંજે 4થી 6 વાઘેશ્વરી મંદિર, ભદ્રેશ્વર મંદિર પાસે, ભાદર કાંઠે રાખેલ છે.

અમરેલી: જયંતીભાઈ માવજીભાઈ મારુ (ઉં.8ર) તે હરેશભાઈ, નિલેષભાઈ, હર્ષાબેન, જાગૃતિબેનના પિતાશ્રી, સ્વ.સવજીભાઈ, સ્વ.વનુભાઈ, પ્રવીણભાઈ, સ્વ.બાલુભાઈના ભાઈનું તા.6ના અવસાન થયું છે. સાદડી તા.10ના સાંજે 4થી 6 તેમના નિવાસ સ્થાન શિવછાયા સોસાયટી બ્લોક 3પ રાજુલા છે.

બગસરા: અસગરભાઈ ખાનભાઈ શામ (રૂવાળા) તે રૂકશાનાબેન યુસુફભાઈ ધોરાજીના પતિ, મરહુમ રજબભાઈ, મરહુમ સૈફુદિનભાઈ, શીરીનબેન (રાજકોટ), સફિયાબેન (જામનગર), શકીનાબેન (કાલાવડ), વજીરાબેન (મહુવા), રશીદાબેન (નૈરોબી)ના ભાઈ, મુરતુજાભાઈ તથા શબ્બીરભાઈના બાવાજીનું તા.7ના બગસરા મુકામે વફાત થયા છે. ઝિયારતના સીપારા તા.9ને ગુરુવારે સવારે 11 કલાકે વજીહી મસ્જિદ બગસરા છે.

રાજકોટ: રાજકોટ નિવાસી હાલ અમદાવાદ શ્રીમતી દિવ્યાબહેન કિશોરભાઈ સીનરોજા (ઉં.73) તે કૌશલભાઈ સીનરોજા, સીમાબહેન તપનભાઈ કરેચા, કૃપાબહેન રૂપેનભાઈ દલાલનાં માતુશ્રી, સ્વ.રમેશભાઈ, લલિતભાઈ, ભરતભાઈ ધોરેચા, સ્વ.ભાનુમતીબહેન લક્ષ્મીદાસ સાંકડેચા, પુષ્પાબહેન દેવેન્દ્રભાઈ ખંભાયતા, ઉષાબહેન જમનભાઈ વડગામા, અંજનાબહેન નીતિનભાઈ વડગામાનાં બહેનનું તા.પના અવસાન થયું છે. બેસણુ તા.9નાં સવારે 8થી 10 આરોહી ક્રેસ્ટ કોમ્યુનિટી હોલ (ટી બ્લોક) સાઉથ બોપલ, અમદાવાદ, પિયર પક્ષનું બેસણુ તા.10નાં સાંજે 4 થી પ પંચશીલ કોમ્યુનિટી હોલ, ગોંડલ રોડ, રાજકોટ છે.

જામ ખંભાળિયા: રાજ્ય પુરોહિત બ્રાહ્મણ સ્વ.લક્ષ્મીશંકર લઘુભાઈ જોષીના પત્ની, મંગળાબેન લક્ષ્મીશંકર જોષી (ઉં.વ.8પ) તે જયંતીલાલ જોશી (નિવૃત્ત એએસઆઈ), ભરતભાઈ જોષી, મુકેશભાઈ જોષી (શિક્ષક)ના માતુશ્રી, એડવોકેટ કીર્તિદાબેન જોષી (ઉપાધ્યાય)ના સાસુનું તા.6ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.9ના 4થી 4.30 જલારામ મંદિર, ગાયત્રી નગર, જામ ખંભાળિયા છે.

મોટી મોણપરી: સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મોટી મોણપરી નિવાસી મનસુખલાલ મોહનલાલ મહેતા (મનુભાઈ) (ઉં.8ર)નું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.9ના ગુરુવારે તેમના નિવાસ સ્થાને છે.

ખાંભા (ગીર): ગોરધનભાઈ સમજુભાઈ પાંભર (ઉં.7પ) તે નરેશભાઈ, અરવિંદભાઈનાં પિતાશ્રી, શંભુભાઈ ભાદાભાઈના ભાઈનું તા.6ના અવસાન થયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક