ચક્ષુદાન
રાજકોટ:
ભારતીબેન કિરીટભાઇ બાવીસીનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન થયેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન
ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 726 ચક્ષુદાન થયેલ છે. ચક્ષુદાન વિજયભાઇ ડોબરિયાના
સહયોગથી થયેલ છે.
રાજુલા:
ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજના ઈન્દુકુમાર રસિકલાલ ભટ્ટના પિતાશ્રી રસિકલાલ છગનલાલ ભટ્ટ
(ઉ.8પ) તે પાર્થના દાદાનું તા.9/8ના અવસાન થયું છે. બેસણુ તા.11ના બપોરે ચાર થી છ જાફરાબાદ
રોડ, કોહિનૂર હોટલ સામે, કચ્છી પટેલ લાતીની બાજુમાં છે.
પોરબંદર:
મૂળ પોરબંદર હાલ યુ.કે.ના અનસૂયાબેન વલ્લભદાસ કારીઆ વલ્લભદાસ ગોકળદાસ કારીઆના પત્ની,
સ્વ.મુળજી જીણાભાઈ અટારા (છાયાવાળા)ના પુત્રી, સ્વ.જયસુખભાઈ (યુ.કે.), હિતેશભાઈ (યુ.કે.),
નિર્મળાબેન જગદીશભાઈ ચોટાઈ (રાજકોટ), ભાવનાબેન હિતેષભાઈ સવજાણી (યુ.કે.), સ્વ.પ્રફુલ્લાબેનના
માતૃશ્રી તેમજ વીનુભાઈ કારીઆ (નેશનલ પેટ્રોલીયમ), અશોકભાઈ, નિલેશભાઈ, અશોક ટ્રેડીંગના
કાકીનું તા.3/8ના અવસાન થતા સાદડી તા.11ના 4.1પ થી 4.4પ લોહાણા મહાજનવાડીના પ્રાર્થનાસભા
હોલ ખાતે બન્ને પક્ષની સાથે છે.
માળીયા
હાટીના: જગદીશ અબોટી બ્રાહ્મણ અરવિંદભાઈ નાનાલાલ જોષી (ઉ.68) તે સ્વ.મનસુખભાઈ તથા સોમેશચંદ્રના
ભાઈ, હીનાબેન, ચેતનાબેન, મીરાબેન, બંસી, ભુમીના પિતાશ્રી, સુરેશભાઈ, દિલીપભાઈ પાઠક
(વેરાવળ)ના બનેવી, રાજુભાઈ, ગીરીશભાઈ, સંજયભાઈ જોષીના કાકાનું તા.9ના અવસાન થયું છે.
તા.11નાં બપોરે 4 વાગ્યે તેમના નિવાસસ્થાન બ્રહ્મપુરી શેરી, માળીયા હાટીના છે.
મોરબી:
મૂળ ખાનપર હાલ મોરબી દીપકસિંહ જ્યોતિસિંહ જાડેજા (ઉ.41) તે જ્યોતિસિંહ (પૂર્વ મહામંત્રી
મોરબી જિલ્લા ભાજપ)ના પુત્ર, ભોજુભા અને ઘનુભા (શક્તિ ડ્રગ હાઉસ મોરબી)ના ભત્રીજા,
કર્ણદિપસિંહના પિતાનું તા.9ના અવસાન થયું છે. બેસણુ તા.11ના સાંજે 4 થી 6 પંચમુખી હનુમાનજી
મંદિર, સામાકાંઠે વેજીટેબલ રોડ, મોરબી-ર છે.
રાજકોટ:
ચંદ્રિકાબેન તે રતીલાલ જમનાદાસ મીઠાણીના પત્ની, ભાવેશભાઈ, ભાવનાબેન કે. રવાણી, ચાર્મીબેન
એસ. કામદારના માતુશ્રી, દર્શિતાબેનના સાસુ, ચિંતનના દાદીનું તા.7/8ના અવસાન થયું છે.
ઉઠમણુ તા.11નાં સવારે 10 થી 11 પ્રાર્થનાસભા, પારસધામ જૈન દહેરાસરના ઉપાશ્રયે, નિર્મલા
કોન્વેન્ટ સ્કૂલ રોડ, ફાયર બ્રિગેડ સ્ટેશન પાછળ, રાજકોટ છે.
રાજકોટ:
અતિત બાવાજી ગોસ્વામી મહેશભાઈ કેશવલાલ (ઉ.58)નું તા.8ના અવસાન થયુ છે. બેસણુ તા.11/8ના
કોઠારીયા રોડ, હુડકો પોલીસ ચોકી પાછળ, નાડોદાનગર શેરી નં.6 તેમના નિવાસ સ્થાને છે.
અમરેલી:
બાજ ખેડાવાળ બ્રાહ્મણ કનુભાઈ મુરલીધર દવે (લેખક) (ઉં.88) તે ચંદાબેનના પતિ, બિંદુબેન
કૌશિકભાઈ દવેના પિતાશ્રી, બીપીનભાઈ, જનકભાઈ, મૃદુલાબેન વિનોદકુમારના મોટાભાઈ, જાનિકા
અને પ્રથમના નાના અને સ્વ.પ્રફુલ્લ મહેતા, ડી.કે.મહેતા (એસબીઆઈ)ના બનેવીનું તા.8ના
અવસાન થયું છે. બેસણુ તા.11ના સાંજે 4 થી 6 ખેડાવાળ બ્રાહ્મણ બોર્ડિંગ, નાગનાથ મંદિર
પાછળ, અમરેલી છે.
રાજકોટ:
મોઢ માંડલિયા વણિક સ્વ.છોટાલાલ નરભેરામ કલ્યાણીના પત્ની મધુબેન (ઉ.9ર) તે રાજેશભાઈ,
ભરતભાઈ, રજનીભાઈ તથા બિંદુબેન બાબુલાલ ગાંધી, તૃપ્તિબેન રજનીકાંત ગાંગડીયા તથા પારૂલબેન
કમલેશકુમાર મણીયારના માતૃશ્રીનું તા.9ના અવસાન થયુ છે. બેસણુ તા.10નાં સવારે 10 થી
11.30 મોઢ વણિક વિદ્યાર્થી ભવન, પ/રજપુતપરા, રાજકોટ છે.
રાજકોટ:
ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ ડોડીયાળા નિવાસી હાલ રાજકોટ હિતેન્દ્રભાઈ પ્રતાપરાય મહેતા
(ઉ.64) તે જયેશભાઈ, કમલેશભાઈ તથા નિરૂબેન ભરતકુમાર મકવાણા (પોરબંદર) તથા સ્વ.િનશાબેન
ગીરીશકુમાર પંડયા (િશવરાજગઢ)ના મોટાભાઈ, શિવમભાઈ, પાર્થભાઈ મહેતા, વિશ્રુતિબેન નિરંજનભાઈ
ભટ્ટ (ભણગોર) તથા રિંકલબેન સતિષભાઈ વ્યાસ (સાણથલી)ના પિતાશ્રી, સ્વ.કાંતિલાલ ટપુલાલ
પંડયા (િશવરાજગઢ)ના જમાઈનું તા.8ના અવસાન થયું છે. બેસણુ તા.11નાં બપોરે 3 થી 6 સનરાઈઝ
પ્રાઈમ એપાર્ટમેન્ટ, બાપા સીતારામ ચોક, નવો 1પ0 ફૂટ રિંગ રોડ-ર, રાજકોટ છે.