આજે જિનપિંગ સાથે બેઠક : 7 વર્ષે નવી શરૂઆત, એસસીઓના વાર્ષિક સંમેલનમાં પુતિનને મળશે
તિઆનજિન,
તા.30 : જાપાનની બે દિવસની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી શનિવારે એસસીઓ (શાંઘાઈ સહયોગ
સંગઠન) સમિટમાં ભાગ લેવા માટે બે દિવસની યાત્રાએ ચીન પહોંચ્યા હતા જ્યાં તિઆનજિન એરપોર્ટે
તેમનું રેડ કાર્પેટ સ્વાગત કરવામાં આવ્યું હતું. સાત વર્ષ પછી વડાપ્રધાન મોદી ચીન પહોંચ્યા
છે અને બન્ને દેશ વચ્ચે સંબંધોનો નવો અધ્યાય શરૂ થયો છે. રવિવારે વડાપ્રધાન મોદી અને
રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે. એરપોર્ટ પરિસરમાં બહોળી સંખ્યામાં
ભારતીય સમુદાય ઉમટયો હતો અને વડાપ્રધાન મોદીને આવકાર્યા હતા.
ચીનમાં
આયોજીત એસસીઓ સમિટમાં સામેલ થવા સાથે વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ શી જિનાપિંગ અને સોમવારે
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે દ્વિપક્ષીય વાટાઘાટ કરશે. વડાપ્રધાન મોદીની આ મુલાકાત
એવા સમયે થઈ રહી છે, જ્યારે આખી દુનિયા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેરિફ નીતિઓથી
ત્રસ્ત છે. ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ અને ચીન પર 30% ટેરિફ લાદ્યો છે. એસસીઓ સમિટ
31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન ચીનમાં યોજાવા જઈ રહી છે. જેમાં સદસ્ય 10 દેશના નેતાઓ
તેમાં ભાગ લેવાના છે.
સંબંધો
મજબૂત બનાવવા પ્રતિબદ્ધ : મોદી
રાષ્ટ્રપતિ
શી જિનાપિંગ સાથે મુલાકાત પહેલા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે વૈશ્વિક અર્થતંત્રમાં
હાલની અસ્થિરતાને ધ્યાનમાં રાખીને વિશ્વ આર્થિક વ્યવસ્થામાં સ્થિરતા લાવવા ભારત અને
ચીન સાથે મળીને કામ કરે તે મહત્ત્વપૂર્ણ છે. નવી દિલ્હી પરસ્પર આદર, સહિયારા હિતો અને
સંવેદનશીલતા પર આધારિત વ્યૂહાત્મક, લાંબા ગાળાના અભિગમ દ્વારા બાજિંગ સાથે દ્વિપક્ષીય
સંબંધોને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. ઇન્ડો પેસિફિક રિજનમાં શાંતિ માટે ચીન સાથે
સ્થિર સંબંધો જરૂરી છે. સમિટમાં વિશ્વ નેતાઓને મળવા તેઓ ઉત્સુક છે.