• સોમવાર, 01 સપ્ટેમ્બર, 2025

કુખ્યાત આતંકી-હ્યુમન જીપીએસ બાગુ ખાન ઢેર

કાશ્મીરના સેક્ટરમાં સુરક્ષા દળોનું એન્કાઉન્ટર : બે આતંકીનો ખાત્મો

શ્રીનગર, તા.30 : હરતા ફરતાં જીપીએસ તરીકે જેની નામના હતી અને 100 જેટલા આતંકીઓની જેણે ઘૂસણખોરી કરાવી હતી તે કુખ્યાત આતંકી સમંદર ચાચા (બાગુ ખાન) સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં ઢેર થયો છે.

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેઝ સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીક સુરક્ષા દળોએ હ્યુમન જીપીએસ તરીકે જાણીતા આતંકવાદી બાગૂ ખાનને ઠાર માર્યો હતો. સુરક્ષા એજન્સીઓની યાદીમાં તે હિઝબુલ મુજાહિદ્દીનનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર બાગુ ખાન 1995થી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર માં રહેતો હતો. તે 25 વર્ષથી સરહદ પાર આતંકવાદમાં સક્રિય હતો અને ઘૂસણખોરીના સૌથી જૂના સૂત્રધારોમાંનો એક હતો અને 100થી વધુ ઘૂસણખોરીની ઘટનાઓમાં સામેલ હતો.

28 ઓગસ્ટના રોજ ગુરેઝ સેક્ટરના નૌશેરા નારમાં ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ વચ્ચે બાગુ ખાન સાથે એન્કાઉન્ટર થયું હતું. જેમાં તે એક સાથી આતંકી સાથે માર્યો ગયો હતો. બીજા આતંકવાદીની ઓળખ થઈ નથી. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો જેમાં જવાબી કાર્યવાહીમાં બન્ને આતંકવાદી ઠાર મરાયા હતા.

 

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક