• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

અવસાન નોંધ

કાલાવડ: રામાનંદી સાધુ નિર્મળાબેન રામદાસ અગ્રાવત (ઉં.90) તે જોશનાબેન ભૂપેન્દ્રકુમાર, જગદીશભાઇ, વિપુલભાઇ અગ્રાવતના માતુશ્રી, હરસુખરાય દેવમુરારી, મીઠાપુર વાળા (હાલ રાજકોટ)ના મોટા બહેનનું તા.26ના  અવસાન થયું છે. બેસણું તા.29ના સાંજે 4થી 6 કુંભનાથપરા, સૂર્યમુખી હનુમાનજી મંદિર પાસે, કાલાવડ ખાતે છે.

ખોરસાગિર: હરિદાસ ગોવિંદજીભાઇ કારિયા (ઉં.79) તે રાજેન્દ્રભાઇ, કિરીટભાઇ, દીપાબેન, કીર્તિબેનના પિતાશ્રી, સ્વ. ગોકળદાસ કાળીદાસ સુબા (જૂનાગઢ વાળા)ના જમાઇનું  તા.26ના અવસાન થયું છે. બેસણું, શ્વસુર પક્ષની સાદડી તા.29ના બપોરના 4થી 6 ગાત્રાળ મંદિર, હવેલીની બાજુમાં ખોરાસાગિર છે. તથા બેસણું તા.30ના  લોહાણા વિદ્યાર્થી ભવન, આંબાવાડી કેશોદ મુકામે 4 થી 5 છે.

રાજકોટ: શરદચંદ્રભાઇ ચંદ્રકાંતભાઇ ભીસે (ઉં.73) તે ગુલાબબેન ખોપકર, પ્રકાશભાઇ, સંધ્યાબેન હાંસોટકર, અનિલભાઇ, શૈલેષભાઇના મોટાભાઇ, નલિનીબેન નિલેશભાઇ ખોપકર (સોનુ), હર્ષજીતભાઇ (મોન્ટુ), અર્પિતાબેન આનંદભાઇ દલવી (ડિન્કીબેન)ના પિતા, વૈભવભાઇ, ચાર્મીબેન, શ્વેતાબેન, રિનલબેનના કાકાનું તા.27ના અવસાન થયું છે. બેસણું તા.29ના સાંજે 5થી 7 સુધી તેમના નિવાસસ્થાન ‘ચંદ્રઆશા’ પુનિતનગર -1 બ, સત્યપ્રકાશ સ્કૂલ સામેની શેરી ખાતે છે.

ટંકારા: મૂળ મોરબી, હાલ ટંકારા ગુર્જર સુથાર, બીપીનભાઇ મહેમદાવાદિયા (ઉં.40) તે રસીકભાઇ નાગજીભાઇ મહેમદાવાદિયાના પુત્ર, અવનીબેનના પતિ, જાનવી, તક્ષના પિતા, વિજયભાઇ, શિલ્પાબેન અશ્વિનકુમાર કૈલા, હેતલબેન ભરતકુમાર ભારદિયા, બીનાબેન વિશાલકુમાર પેશાવાડિયાના ભાઇ સ્વ. નીતિનભાઇ રસીકભાઇ અખિયાણીના જમાઇ, નિરવભાઇ અખીયાણીયાના બનેવીનું તા.27ના અવસાન થયું છે. બેસણું તા.29ના સાંજે 4થી 6 મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ટંકારા છે.

રાજકોટ: સ્વ. શશીકાંત મોહનલાલ મીરાણીના પત્ની, પ્રભાબેન (ઉં.93) તે સ્વ. પરેશભાઇ, યોગેશભાઇ, રૂપાબેન વિનોદકુમાર પૂજારા (ધ્રાંગધ્રા), મીનાબેન ભરતકુમાર પૂજારના માતુશ્રી, ચિંતનના દાદી, સ્વ. આણંદજી જાદવજી ભીંડોરાના પુત્રીનું તા.27ના અવસાન થયું છે. પ્રાર્થના સભા, પિયરપક્ષની સાદડી તા.28ના સાંજે 5 થી 6 ડો. શ્યામપ્રસાદ મુખર્જી ટાઉનશીપ, વિંગ- ડી-2, ફલેટ નં. 407, હિંમતનગર એરિયા, શેરી નં.1, શ્રી વલ્લભ હવેલીની બાજુમાં 150 ફૂટ રીંગ રોડ, શિતલ પાર્ક, રાજકોટ છે.

કોબ- તા.ઉના: સ્વ. લક્ષ્મણભાઇ દેવજીભાઇ રાઠોડના પત્ની, લાખીબેન (ઉ.90) તે બાબુભાઇ, પી.એલ. રાઠોડ, મગનભાઇ રાઠોડના માતુશ્રી, કેવલસિંહ (એડવોકેટ, હાઇકોર્ટ અમદાવાદ), નીમિતભાઇ, સતીષભાઇ અને મયુરભાઇના દાદીનું તા.24ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.28નાં તેમના નિવાસસ્થાને કોબ, તા.ઉના છે.

દામનગર: નર્મદાશંકર ગીરજાશંકર ત્રિવેદીના પુત્ર અરૂણભાઇ (ઉ.65)નું તા.22ના અવસાન થયું છે.

ટંકારા: જ્યોતિબેન મીરાણી તે ભરતભાઇ મીરાણીના પત્ની, વસંતલાલ ખંડુલાલ, લતાબેન મીરાણીના ભાભી, પરેશભાઇ, નિશિથભાઇના કાકી, શિતલબેન રવિકુમાર આચાર્ય, તેજલબેન યાજ્ઞિકકુમાર વિઠ્ઠલાણીના માતા, સ્વ. રસીકલાલ મણીલાલ કોટકના પુત્રી, મહેન્દ્રભાઇ, સંજયભાઇના બેનનું તા.25ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.29નાં સાંજે 4 થી 6 ગુરૂ લાભદે હોલ, બોરીયાપાટી, લીલાપર રોડ, મોરબી છે.

રાજકોટ: નિર્મળાબેન રામદાસભાઇ અગ્રાવત (ઉ.90) નું તા.26નાં અવસાન થયું છે. બેસણું તા.29ના સાંજે 4થી 6 કુંભનાથપરા, સૂર્યમુખી હનુમાનજી મંદિર પાસે, કાલાવડ ખાતે છે.

તાલાલા ગિર: શારદાબેન ગોરધનભાઇ રાઠોડ (ઉ.85) તે રાજેશભાઇ, કિશોરભાઇનાં માતુશ્રીનું તા.25મીએ અવસાન થયું છે. બેસણું તા.28ના 4 થી 6 હિરણેશ્વર મંદિર, તાલાલા ગિર ખાતે છે.

બગસરા: અસ્તળની જગ્યા નિવાસી રામકિશોર જમનાદાસ દેવમુરારી (ભીખારામ બાપુ) તે હિતેશભાઇ, પરશુરામભાઇના પિતાશ્રીનું તા.27ના અવસાન થયું છે. બેસણું તા.29ના સાંજે 4 થી 6  નદીપરા, અસ્તળની જગ્યા બગસરા છે.

રાજકોટ: બટુકભાઈ બચુભાઈ મકવાણા (ઉં.78) તે પ્રભાબેનના પતિ, સુનિલભાઈના પિતા, રીન્કુબેનના સસરા, ઈશીતા, ફોરમના દાદાનું તા.ર6ના અવસાન થયું છે. બેસણું તા.28ના સાંજે 4થી 6 રંગીલા હનુમાનજી મંદિર, હસનવાડી-ર, રાજકોટ છે.

રાજકોટ: સ્વ.રુગનાથજી વલ્લભજી છાંટબારના પુત્ર ધીરજલાલ તે સ્વ.ભુપતભાઈ, વિનોદભાઈ, સ્વ.બિપિનભાઈ, રાજેન્દ્રભાઈના ભાઈ, નિમિષભાઈ, હાર્દિકભાઈના પિતાશ્રીનું તા.રપના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.ર8ના સાંજે 4.30થી 6 સુધી બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિની વાડી, પેડક રોડ, રાજકોટ છે.

રાજકોટ: વડનગરા નાગર જાગૃતિબેન તે સ્વ.પંકજભાઈ જયસુખલાલ હાથી (પીજીવીસીએલ)ના પત્ની, ધવન અને ભાવિકના માતૃશ્રી, સ્વ.નલીનભાઈ, સ્વ.યતીનભાઈ, સ્વ.દિનેશભાઈ, પ્રદ્યુમનભાઈ અને દીપકભાઈના ભાભી, સ્વ.ઝવેરલાલભાઈ છાયા (અંજાર)ના પુત્રી, સ્વ.મુકેશભાઈ, સુરેશભાઈ છાયા (નિ.અંજાર ન.પા.)ના બહેનનું તા.ર7ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.ર9ના સાંજે પથી 6 અનંતરાય વડનગરા નાગર બોર્ડિંગ, વિરાણી ચોક, રાજકોટ છે.

રાજકોટ: વડનગરા નાગર બ્રાહ્મણ માંગરોળ નિવાસી હાલ રાજકોટ કૃષ્ણકાંતભાઈ ઈન્દુભાઈ ત્રિવેદી (ઉં.8પ) તે તારકભાઈ, મનીષાબેન, વિશ્રુતિબેનના પિતાશ્રી, દિપાલીબેન ત્રિવેદીના સસરા, કરણ અને સ્તુતિના દાદાનું તા.ર7ના અવસાન થયું છે. બેસણું તા.ર8ના ધસેશ્વર મહાદેવ મંદિર, ધરમનગર મેઈન રોડ, ર્સ્ટલિંગ હોસ્પિટલ પાછળ, 1પ0 ફૂટ રીંગ રોડ, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક