પૂર્વ ઉપરાષ્ટ્રપતિની રાજસ્થાન વિધાનસભાને અરજી, કુલ 3 પેન્શન મળવાપાત્ર
જયપુર,
તા.30 : સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અચાનક રાજીનામું ધરી ચર્ચાસ્પદ બનેલા પુર્વ ઉપરાષ્ટ્રપતિ
જગદીપ ધનખડે હવે પૂર્વ ધારાસભ્ય તરીકે પેન્શનની માગ કરી રાજસ્થાન વિધાનસભામાં અરજી
કરી છે. સૂત્રો અનુસાર, તેમને કુલ ત્રણ પ્રકારના પેન્શન પૂર્વ ઉપરાષ્ટ્રપતિ, પૂર્વ
સાંસદ, પૂર્વ ધારાસભ્ય તરીકે મળશે. પૂર્વ રાજ્યપાલ તરીકે પેન્શન મળવા પાત્ર થશે નહીં.
પૂર્વ
ધારાસભ્યને દર મહિને રૂ.35 હજાર પેન્શન મળે છે. ધનખડ એક વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે
અને તેમની ઉંમર 75 વર્ષ છે. જેથી તેમને 20 ટકા વધુ પેન્શન મળી શકે છે. તેમને દર મહિને
35 હજાર રૂપિયામાં 20 ટકા ઉમેરીને પેન્શન મળવા પાત્ર થશે જે 42 હજાર રૂપિયા જેટલુ થાય
છે. આ રીતે તેમને ત્રણ પેન્શન મળી દર મહિને આશરે રૂ. 2.73 લાખ મળી શકે છે.
ધનખડને
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ તરીકે દર મહિને લગભગ 2 લાખ રૂપિયાનું પેન્શન મળશે. પૂર્વ ધારાસભ્ય
તરીકે 42 હજાર અને પૂર્વ સાંસદ તરીકે 31 હજાર રૂપિયાનું પેન્શન મળી દર મહિને 2 લાખ
73 હજાર જેવી રકમ મળી શકે છે.