• સોમવાર, 01 સપ્ટેમ્બર, 2025

કોઈ દેશ કાયમી મિત્ર કે દુશ્મન નથી : રાજનાથ

ટેરિફથી અમેરિકાનું દબાણ પરંતુ ભારત રાષ્ટ્રહિતમાં સમાધાન નહીં કરે

નવી દિલ્હી, તા.30 : અમેરિકા સાથે ચાલી રહેલા ટેરિફ વિવાદ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શનિવારે કહ્યું કે કોઈ દેશ કાયમી મિત્ર કે દુશ્મન નથી. આપણા માટે ફક્ત કાયમી હિતો જ મહત્ત્વપૂર્ણ છે. ભારતની વિદેશ અને સંરક્ષણ નીતિની ચર્ચા વખતે તેમણે કહ્યું કે વિશ્વમાં ટ્રેડ વોર જેવી પરિસ્થિતિઓ છે. વિકસિત દેશો વધુને વધુ સંરક્ષણવાદી બની રહ્યા છે. ભારત કોઈને પણ પોતાનો દુશ્મન માનતો નથી, પરંતુ અમે રાષ્ટ્રીય હિત અને લોકોના હિત સાથે સમાધાન કરીશું નહીં. અમારા માટે અમારા લોકો, ખેડૂતો, નાના વેપારીઓ, દેશવાસીઓનું હિત સર્વોપરી છે. ગમે તેટલું દબાણ કરવામાં આવે, ભારત કોઈપણ કિંમતે સમાધાન કરશે નહીં.

સંરક્ષણ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતાની પ્રશંસા કરતા રક્ષા મંત્રીએ કહ્યું કે વિશ્વ ભારતની સંરક્ષણ ક્ષમતાઓનું સાક્ષી છે. આપણી સેનાએ જે રીતે સ્વદેશી સાધનોથી પાકિસ્તાન પર સચોટ હુમલા કર્યા તે દર્શાવે છે કે દૂરંદેશી અને તૈયારી વિના કોઈપણ મિશન સફળ થઈ શકતું નથી.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક