• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

avshan nodh

 

કોડિનાર: નિર્મળકાંત મહેરનું અવસાન, કાલે પ્રાર્થનાસભા

માંગરોળ: નિર્મળકાંત મોહનલાલ મહેર (ઉં.79) તે રંજનબેનના પતિ, વિશાલ મહેર (મુથુટ ફાયનાન્સ), વિવેક મહેર (પ્રેસ પ્રતિનિધિ, માંગરોળ)ના પિતાશ્રી, જલ્પાબેન, અમીબેનના સસરાનું તા.રપના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.ર8ને ગુરુવારે સાંજે 4થી 6 લોહાણા સમાજની વાડી, જેઈલ રોડ, માંગરોળ છે.

 

ચક્ષુદાન

રાજકોટ: મંજુલાબેન નારણદાસ હિંડોચાનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન થયેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 731 ચક્ષુદાન થયેલ છે. આ ઓગસ્ટ-2025માં સાતમું (7) ચક્ષુદાન થયેલ છે.

મુંબઇ: સુલોચનાબેન બાટ (ઠક્કર) (ઉં.68) નું તા.25મીએ અવસાન થયું તે સ્વ. જીતેન્દ્ર પ્રેમજી બાટના પત્ની, ધર્મેશ, મનીષના માતા, મિતા, વિભાના સાસુ, રમેશભાઇનાં ભાભી, સ્વ. કેશવજી નરશી અને સ્વ. કલાવતી ધીરાવાણીનાં પુત્રી થાય. પ્રાર્થના સભા રાખી નથી, લૌ. વ્ય. બંધ છે.

રાજકોટ: મૂળ ગામ સણોસરા હાલ રાજકોટ અમદાવાદ નિવાસી વિષ્ણુભાઈ પરષોતમભાઈ દવે (ભરાડ) (ઉં.66) તે માલતીબેનના પતિ, મનીષભાઈ, દેવાંગીબેન વિપુલભાઈ મહેતા, શ્રદ્ધાબેન ધવલભાઈ મહેતા, સીમાબેન મોહિતભાઈ બામટાના પિતા, દેવીપ્રસાદ, સવિતાબેન વિનુભાઈ મહેતા, મંજુલાબેન કૃષ્ણલાલ શીલુ, રમાબેન જેશંકરભાઈ તેરૈયાના ભાઈ, જયંતીભાઈ નારણભાઈ મહેતાના જમાઈ, યોગેશભાઈ, નીતિનભાઈ, કિરીટભાઈ, પ્રદીપભાઈ, આશિષભાઈના બનેવીનું તા.રપના અવસાન થયું છે. બેસણુ તા.ર8નાં બપોરે 4 થી 6 રૈયા ચોકડી, શિવમ પાર્ક, ભવનાથ મહાદેવના મંદિરે છે.

ગોંડલ: મહારાજ ઘેલારામજી જ્ઞાતિના ચંપકલાલ ગિરધરલાલ રાજ્યગુરુ (ઉ.90) તે વિષ્ણુભાઈ, માર્કંડભાઈ તથા હિમાંશુભાઈના પિતાશ્રી, સ્વ.ગોપાલભાઈના ભાઈ, જૂનાગઢ નિવાસી, સ્વ.ગુલાબભાઈ મનસુખભાઈ જોષીના જમાઈનું તા.ર4ના અવસાન થયુ છે. બેસણુ તા.ર8નાં સવારે 9 થી 10 ત્ર્યંબકેશ્વર મહાદેવના મંદિરે લાલ પુલ પાસે સાંઈબાબાના મંદિરની બાજુમાં ગોંડલ તથા રાજકોટ ખાતે પ્રાર્થના સભા તા.ર8નાં સાંજે પ થી 6 બ્રહ્મક્ષત્રિય વાડી, પેડક રોડ ખાતે છે.

ફલ્લા: જામનગર તાલુકાનાં ફલ્લા ગામનાં વાછરાડાડા મંડળનાં સેવાભાવી પ્રૌઢ ભગવાનજીભાઈ દલસાણિયાનું હૃદયરોગથી અવસાન થતા ગ્રામજનો તથા વાછરાડાડા સેવા મંડળ આશાપુરા યુવક મંડળે શોક વ્યક્ત કર્યો હતો.

જેતપુર: પ્રવિણચંદ્ર મોહનલાલ નિર્મળ (ઉ.68) તે કપિલાબેનના પતિ, રાકેશભાઈ નિર્મળ, મીતાબેન સિંધવડ, આયુષીબેન જોષીના પિતાશ્રી, પારુલબેનના સસરા, તન્વીના દાદા, સ્વ.જયંતીલાલ નિર્મળના નાનાભાઈ, મેંદરડા નિવાસી કલ્યાણજી રણછોડભાઈ જાજલના જમાઈ, હિમતભાઈ, નરેન્દ્રભાઈ, હિમાંશુભાઈ જાજલના બનેવીનું તા.ર3નાં અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.ર8ના સાંજે 4 થી 6 બ્રહ્મક્ષત્રિય વાડી, જેતપુર તથા પિયર પક્ષની સાદડી તા.ર9નાં સાંજે પ થી 6 બ્રહ્મક્ષત્રિય વાડી, પેકડ રોડ, રાજકોટ છે.

રાજકોટ: ચંદ્રકાંતભાઈ ગોરધનદાસ શાહ (ઉ.94) તે સ્વ.ઈન્દુમતીબેનના પતિ, કિરીટભાઈ, સુનિલભાઈ, નયનાબેન ભૂપેન્દ્રભાઈ મહેતા, કુસુમબેન કિર્તીભાઈ પારેખના પિતા, સોનલબેન, નિકિતાબેનના સસરા, બ્રિજેશ, વિદિત, આકાશના દાદાનું તા.ર6ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.ર8નાં સાંજે પ થી 6 મોઢવણિક વિદ્યાર્થીભવન, પ રજપૂતપરા, માલવિયા પેટ્રોલ પંપ સામે, રાજકોટ છે.

કોડીનાર: જયેશભાઈ જાદવજીભાઈ મહેતા (કોડીનાર કેટરિંગ એસોસિયેશન-પ્રમુખ) (ઉ.67) તે ધર્મેન્દ્રભાઈના મોટાભાઈ, નીરજભાઈના પિતાશ્રીનું તા.ર1નાં અવસાન થયું છે. બેસણુ તા.ર8નાં સાંજે 4 થી 6 કોડીનાર લોહાણા મહાજનવાડી, જીન પ્લોટ ખાતે છે.

જામનગર: સ્વ.પ્રેમશંકરભાઈ રેવાશંકર જોષીના પત્ની ઈન્દુબેન (ઉ.94) તે ધર્મેન્દ્રભાઈ, સનતભાઈ, ભારતીબેન સુરેશકુમાર જોષી, કુસુમબેન હરેશકુમાર જોષી, માલતીબેન મહેશકુમાર ભટ્ટના માતા, જલ્પાબેન પ્રિતેશકુમાર ઠાકર, વિશાલના દાદીનું તા.રપના અવસાન થયુ છે. બેસણુ તા.ર8ના સાંજે પ થી પ.30 ભાઈઓ-બહેનો માટે પાબારી હોલ, તળાવની પાળ, જામનગર છે.

જામનગર: પ્રભુલાલ ગીરધરલાલ પંડયા (ઉં.84) તે સ્વ.ગીતાબેન પ્રભુલાલ પંડયાના પતિ, પરેશભાઈ (એમ.આર.-ડેપ્શન ફાર્મા) અને મનીષભાઈના પિતાશ્રીનું તા.ર6ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.ર8ના સાંજે 4.30 થી પ.30 કૌશલ્યધામ સરદારનગર-ર લાલવાડી, જામનગર છે.

રાજકોટ: વાળંદ મુ. ગામ જાળીયા હાલ રાજકોટ સ્વ.હરગોવિંદભાઈ નાનાલાલ હિરાણી (ઉ.7પ) તે નયનાબેન હરગોવિંદભાઈ હિરાણીના પતિ, ધર્મેશભાઈ, વૈશાલીબેન, સ્નેહલબેન, રૂપલબેનના પિતાશ્રી, રમણીકભાઈ હિરાણીના નાના ભાઈ, મનસુખભાઈ, દિનેશભાઈના મોટાભાઈનું તા.ર6ના અવસાન થયું છે. બેસણુ તા.ર8નાં સાંજે 4 થી 6 માધવ હોલ સૂર્યોદય સોસાયટી, 80 ફૂટ રોડ, કોઠારીયા મેઈન રોડ છે.

વાંકાનેર: સ્વ.વલ્લભદાસ જીવરાજભાઈ વાઢેરના પુત્ર જયેશભાઈના પત્ની દિનાબેન (ઉ.પ9) તે ઉર્વિ વિવેકકુમાર ભુછડા (જેતપુર), તૃપ્તીબેન, રિદ્ધિબેનના માતુશ્રીનું તા.ર6 અવસાન થયું છે. બેસણુ તા.ર8નાં સાંજે 4.30 થી 6 હિંગળાજ માતાજીનું મંદિર, રૂગનાથજી શેરી, વાંકાનેર છે.

રાજકોટ: મુળ ઉપલેટા નિવાસી હાલ રાજકોટ કંડોળીયા બ્રાહ્મણ સ્વ.ડો.જન્મશંકર અંબાશંકરભાઈ જોશી (નિવૃત્ત સિવિલ હોસ્પીટલ)ના જયેષ્ઠ પુત્ર જવાહરભાઈ (ઉ.63) (લાયબ્રેરી કલાર્ક સદ્ગુરૂ મહિલા કોલેજ), શોભનાબેન (શ્રેયાંસ સ્કુલ)ના પતિ, સુરભીબેનના પિતાશ્રી, જયદિપકુમાર જીતુભાઈ ત્રિવેદી (એચસીજી હોસ્પીટલના એકાઉન્ટ મેનેજર)ના સસરા, કિરણકુમાર (પોલીટેકનીક, રાજકોટ)ના જયેષ્ઠબંધુ તથા ભાંખવાળા સ્વ.પ્રેમશંકરભાઈ ત્રિભોવનભાઈ જોશીના જમાઈનું તા.ર6ના અવસાન થયુ છે. બેસણુ તા.ર8ના સાંજે પ થી 6 વાંકાનેર સોસાયટી, કોમ્યુનીટી હોલ, જામનગર રોડ, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક