ચક્ષુદાન
રાજકોટ:
જશુબેન વલ્લભભાઈ વિરોજાનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન થયેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન
ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 732મું ચક્ષુદાન થયેલ છે. સદ્ગતે પોતે જનકલ્યાણ
ટ્રસ્ટની ઓફિસે ચક્ષુદાનનો સંકલ્પ ભરેલ હતું.
જામનગર:
ભાનુરાય જશવંતરાય વૈદ્ય તે સ્વ.ઈલાબેનના પતિ, કેતન, સ્વ.નિગમના પિતા, સ્વ.કૌશલના સસરા,
સ્વ.કૌશિકભાઈ, સ્વ.દિલીપભાઈના નાના ભાઈ, ડો.સમીર, પ્રેરકના કાકા, હેત નિગમ વૈદ્યના
દાદાનું તા.30ના અવસાન થયું છે. સદગતની સ્મશાનયાત્રા તા.31ને રવિવારે સવારે 9 કલાકે
તેમના નિવાસ સ્થાન “યોગીકૃપા’’ ટેનામેન્ટ, સ્વસ્તિક સોસાયટી, ગુરૂ દત્તાત્રેય મંદિર
પાછળ, જામનગરથી નીકળશે. તમામ લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.
જસદણ:
દશા મોઢ માંડલીયા વણિક મધુકાંતાબેન રસિકલાલ ધ્રાફાણી (ઉ.85) તે સ્વ.રસિકલાલ નરભેરામભાઈ
ધ્રાફાણીના પત્ની, પંકજભાઈ, હિતેશભાઈ, નયનાબેન દોશી (મસ્કત)ના માતુશ્રી, સ્વ.કાંતિભાઈ,
નગીનભાઈના ભાભી, કેયુર ધ્રાફાણી, પાયલબેન દેસાઈ (રાજકોટ)ના દાદીનું તા.29ના અવસાન થયું
છે. બેસણું તા.31ના સાંજે 4 થી 5, ગાયત્રી મંદિર, નવા બસ સ્ટેશન સામે, જસદણ છે.
તાલાલા
ગિર: ગુર્જર સુથાર કાંતિભાઈ જાદવજીભાઈ બકરાણીયા (ઉ.85) તે લક્ષ્મીદાસભાઈ, પ્રભુદાસભાઈ,
અમૃતભાઈ તથા મનસુખભાઈ, રસીલાબેન વિનોદકુમાર, દક્ષાબેન અનિલકુમાર, હંસાબેન કિશનકુમાર,
મીનાક્ષીબેન હિરેનકુમાર, હર્ષાબેન પ્રફુલકુમારના પિતાશ્રી, સ્વ.ગોપાલભાઈ, ગીરધરભાઈ,
વિઠ્ઠલભાઈ, કંચનબેન જેન્તીલાલ, રમાબેન જગદીશકુમારના ભાઈનું તા.30મીએ અવસાન થયું છે.
બેસણું તા.1ના 4 થી 6, શિવમ સોસાયટી, ગાયત્રી મંદિર પાસે, તેમના નિવાસ સ્થાન, તાલાલા
ગિર ખાતે છે.
રાજકોટ:
ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ.પ્રભાશંકર મુળશંકર ઠાકરના પુત્ર હસમુખભાઈ તે રમેશચંદ્રના
ભત્રીજા, કલ્યાણી, કૃપાના પિતાશ્રી, મહેશભાઈ, રાજેન્દ્રભાઈ, રવિભાઈ, પીયુષભાઈના ભાઈ,
ચંદુભાઈ જોષી (અમરનગર)ના જમાઈ, મીતેશકુમાર જોષી, મનોજભાઈ ભટ્ટના સસરા, સુધીરભાઈ વ્યાસ,
દિલીપકુમાર પંડયાના સાળાનું તા.30ના અવસાન થયું છે. ઉઠમણું તા.1ના સાંજે 4 થી 6, સાગર
કોમ્યુનીટી હોલ, 3/4 ન્યુ પપૈયાવાડી, ગોકુલધામ પાસે, હરિદ્વાર સોસાયટી, 80 ફુટ મેઈન
રોડ, રાજકોટ છે.
રાજકોટ:
ઇન્દુબેન શીંગાળા (ઉ.75) તે સ્વ. કનૈયાલાલ વૃજલાલ શીંગાળાના પત્ની, સ્વ. મુળજીભાઇ કલ્યાણજીભાઇ
બુદ્ધદેવ (મેંદરડા)ના દીકરી, અનિલભાઇ, કાશ્મીરાબેન કનૈયાલાલ તન્ના (રાજકોટ), જ્યોતિબેન
અશોકકુમાર અભાણી (વેરાવળ), રીટાબેન હરેશકુમાર લાખાણી (સાસણ)ના માતુશ્રી, ફેનિલ, રિદ્ધિના
દાદીનું તા.30ના અવસાન થયું છે. સદગતની સ્મશાન યાત્રા તા.31ના રવિવારે સવારે 8 કલાકે
તેમના નિવાસસ્થાન, સત્યનારાયણનગર મેઇન રોડ, ગાંધીગ્રામથી નિકળી રૈયા સ્મશાને જશે. મો.નં.
99242 48090.
ધોરાજી
નિજાનંદ પરિવારના સેવાભાવી રમણીકભાઈ ટાંકનું અવસાન
ધોરાજી:
ધોરાજીના નિજાનંદ પરિવારના સેવાભાવી રમણીકભાઈ મોહનભાઈ ટાંક (ઉ.75) તે સ્વ.રતિભાઈના
નાનાભાઈ, સ્વ.ચીમનભાઈ અને સ્વ.કિશોરભાઈના મોટાભાઈ, દિપ્તીબેન નૈમીશકુમાર કાચા, જાગૃતિબેન
વિજયભાઈ સોલંકીના પિતાશ્રીનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.1ના સાંજે 4 થી 6,
શ્યામ વાડી, રેલવે સ્ટેશન પાસે, ધોરાજી ખાતે છે.સ્વ.રમણીકભાઈ ધોરાજીની સેવાભાવી સંસ્થા
નિજાનંદ પરિવાર તેમજ ધોરાજી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ, નિજાનંદ પરિવાર, શિવરંજની
મ્યુઝીકલ ગ્રુપ, ગાર્ડન ગ્રુપ, અર્જુન એકેડમી પરિવાર વગેરે સેવાભાવી સંસ્થા સાથે જોડાયેલા
હતા. તેઓ વહેલી સવારે ધોરાજીના જનતા ગાર્ડન ખાતે યોગા માટે નિવૃત્ત સૈનિક રોકડભાઈ સાથે
ગયા હતા. આ સમયે યોગા કરતા અચાનક હૃદય રોગનો હુમલો આવતા તેઓ ત્યાંથી ઢળી પડયા હતા.
ત્યાંથી તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ ત્યાં સારવાર દરમિયાન અવસાન
થયું હતું. આ સમયે ધોરાજી કડિયા સમાજના પ્રમુખ
રાજુભાઈ યાદવ, અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ, નિજાનંદ
પરિવારના પ્રમુખ જે.જે.વિરાણી, ધોરાજી અર્જુન એકેડેમી સંસ્થાના દિનેશભાઈ ચાવડા, પ્રવીણભાઈ
મોડાસીયા વિગેરે સંસ્થાના અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પી હતી.