• સોમવાર, 01 સપ્ટેમ્બર, 2025

‘મોદીને ફોન કરીને નોબેલ પુરસ્કાર માગવા લાગ્યા હતા ટ્રમ્પ’

ન્યુયોર્ક ટાઈમ્સનો દાવો : મોદી નોબેલ માટે નોમિનેટ કરે તેવી ઈચ્છા બતાવી હતી

 

 

વોશિંગ્ટન, તા. 30 : અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધમાં કડવાશ આવી છે. ટેરિફ એક કારણ છે અને સાથે બીજું કારણ ટ્રમ્પનો ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવ્યાનો દાવો પણ માનવામાં આવે છે. 17 જુને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે ફોન કોલ થયો હતો. આ દરમિયાન ટ્રમ્પ ઈચ્છતા હતા કે મોદી તેમનું નામ નોબલે પુરસ્કાર માટે નોમિનેટ કરે. આ વાત ઉપર પીએમ મોદી ભડકી ગયા હતા. બન્ને નેતા વચ્ચે આ દરમિયાન 35 મિનિટ સુધી વાતચીત થઈ હતી.

અમેરિકી અખબાર ન્યુયોર્ક ટાઈમ્સે ખુલાસો કર્યો છે કે 17 જુને ટ્રમ્પે મોદી સાથે ફોન કોલમાં ફરીથી ભારત-પાકિસ્તાન સીઝફાયરનો મુદ્દો ઉઠાવ્યો હતો અને સૈન્ય તણાવ દુર કરવા માટે પોતાને ખુબ જ ગર્વ હોવાનું કહ્યું હતું. બાદમાં ટ્રમ્પે પીએમ મોદીને કહ્યું હતું કે પાકિસ્તાન નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરવાનું છે. આ કહેવાનો અર્થ એવો હતો કે ટ્રમ્પ ઈચ્છતા હતા કે મોદી પણ ટ્રમ્પનું નામ નોબલે પુરસ્કાર માટે નોમિનેટ કરે. આ વાતથી પીએમ મોદી ભડક્યા હતા  અને સાફ શબ્દોમાં કહ્યું હતું કે ભારત-પાકિસ્તાન સીઝફાયરમાં ટ્રમ્પને કોઈ લેવાદેવા નથી. આ સીઝફાયર ભારત અને પાકિસ્તાન વચ્ચે જ નક્કી થયું હતું.

પીએમ મોદીની ટિપ્પણીઓને ટ્રમ્પે નજરઅંદાજ કરી હતી પણ સીઝફાયર ઉપર અસહમતિ અને મોદી દ્વારા નોબલે પુસ્કાર ઉપર વાત કરવાનો ઈનકાર ટ્રમ્પને ગમ્યો નહોત અને સંબંધો બગડયા હતા. આ ફોનના અમુક સમય બાદ જ ટ્રમ્પે ભારત ઉપર 25 ટકા એક્સટ્રા ટેરિફ જાહેર કર્યો હતો અને તેની પાછળ ભારત-રશિયાના સંબંધોનો હવાલો આપ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક