ભારત સહિત દુનિયાભરમાં ટેરિફ બોમ્બ ઝીંકી આતંક મચાવનાર રાષ્ટ્રપતિને કાનૂની ઝટકો : હાલ ટેરિફ પર પ્રતિબંધ નહીં, નિર્ણયને સુપ્રીમમાં પડકારી શકાશે
વોશિંગ્ટન,
તા.30 : ભારત સહિત દુનિયાભરના દેશો પર મનફાવે તેમ ટેરિફ ઝીંકી આતંક મચાવી રહેલા અમેરિકાના
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના દેશમાં જોરદાર ઝટકો લાગ્યો છે. અમેરિકાની સ્થાનિક
સંઘીય અદાલતે તેમના દ્વારા લગાવેલા મોટાભાગના ટેરિફને ગેરકાયદે ઠેરવ્યા છે. ટ્રમ્પ
વહીવટીતંત્રએ કોર્ટના નિર્ણય અંગે પ્રતિક્રિયા આપી છે કે જો ટેરિફ હટાવવામાં આવશે તો
પહેલાંથી એકઠા કરાયેલા અબજો ડોલર પાછા આપવા પડશે, જેનાથી યુએસ અર્થતંત્રને ભારે નુકસાન
થશે.
અમેરિકી
કોર્ટે કહ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાને મળેલી અસાધારણ શક્તિઓ હેઠળ લાદેલા મોટા
ભાગના ટેરિફ ગેરકાયદે છે. તેમ છતાં કોર્ટે હાલ તેના પર પ્રતિબંધ લગાવ્યો નથી. ડોનાલ્ડ
ટ્રમ્પે આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતાં નિર્ણયને પક્ષપાતી ગણાવ્યો છે. યુએસ કોર્ટ
ઓફ અપીલ્સ ફોર ધ ફેડરલ સર્કિટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ટ્રમ્પે તેમને મળેલા ઇમર્જન્સી
પાવરનો દુરુપયોગ કર્યો છે. તેમને તેમની ઇચ્છા મુજબ વિશ્વના દરેક દેશ પર ટેરિફ લાદવાનો
કોઈ કાનૂની અધિકાર નથી. રાષ્ટ્રપતિને ટેરિફ લાદવાની અમર્યાદિત શક્તિ આપી શકાતી નથી.
યુએસ અર્થતંત્રને ધ્યાનમાં રાખીને ટ્રમ્પના નિર્ણયોને તાત્કાલિક રોકવામાં આવ્યા નથી
અને તેમને સમય આપવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું હતું કે ટ્રમ્પ 1974ના વેપાર કાયદા
હેઠળ 150 દિવસ માટે 15% ટેરિફ લાદી શકે છે, પરંતુ આ માટે નક્કર કારણોની જરૂર છે.
ટેરિફની
આડમાં દુનિયાને ધમકાવી રહેલા ટ્રમ્પ માટે આ એક મોટો કાનૂની ઝટકો છે. અગાઉ ન્યૂ યોર્કની
ફેડરલ ટ્રેડ કોર્ટે પણ આવો જ નિર્ણય આપ્યો હતો, જેને હવે ફેડરલ સર્કિટ માટે અપીલ કોર્ટ
દ્વારા મોટા ભાગે સમર્થન આપવામાં આવ્યું છે. ન્યાયાધીશોએ 7-4ના નિર્ણયમાં એમ પણ કહ્યું
હતું કે એવું લાગે છે કે કોંગ્રેસનો હેતુ રાષ્ટ્રપતિને ટેરિફ લાદવાની અમર્યાદિત શક્તિ
આપવાનો હતો. હાલમાં કોર્ટે ટેરિફ તાત્કાલિક રદ ન કરવાનો નિર્ણય લીધો છે અને ટ્રમ્પ
વહીવટીતંત્રને આ મામલે સુપ્રીમ કોર્ટમાં જવા માટે સમય આપ્યો છે. ટ્રમ્પ આ નિર્ણયને
ઓક્ટોબર સુધીમાં પડકારી શકે છે.
કવાડ
સમિટ માટે ભારત આવવા ટ્રમ્પનો ઈનકાર
ભારત-અમેરિકા
સંબંધો વધુ બગડયા : નવેમ્બરમાં યોજાવાની છે સમિટ
વોશિંગ્ટન,
તા.30 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષે નવેમ્બરમાં ભારતમાં યોજાનારી
ક્વાડ સમિટમાં ભારત આવવા ઈનકાર કરી દીધો છે. ન્યૂયોર્ક ટાઈમ્સ જણાવે છે કે છેલ્લા કેટલાક
મહિનામાં ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા
છે, જેના કારણે ટ્રમ્પે ભારતની મુલાકાત લેવાનો પોતાનો ઈરાદો છોડી દીધો છે. ક્વાડ સુરક્ષા
સંવાદમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. આ જૂથ ઈન્ડો-પેસિફિક
ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે કામ કરે છે. ભારત આ વર્ષે નવેમ્બરમાં નવી દિલ્હીમાં ક્વાડ
સમિટનું આયોજન કરવાનું છે, જેમાં ચાર દેશોના નેતાઓ ભાગ લેવાના હતા પરંતુ ટ્રમ્પે મુલાકાત
રદ કર્યાનું બિનસત્તાવારે સામે આવ્યું છે.
તો
અમેરિકા બરબાદ થઈ જશે : ટ્રમ્પ
રાષ્ટ્રપતિ
ટ્રમ્પે આ નિર્ણયની ટીકા કરતાં કહ્યું હતું કે જો ટેરિફ દૂર કરવામાં આવશે તો અમેરિકા
બરબાદ થઈ જશે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું કે બધા ટેરિફ હજુ પણ લાગુ છે. અપીલ
કોર્ટે ખોટી રીતે કહ્યું કે અમારે ટેરિફ હટાવવા જોઈએ, પરંતુ તેઓ જાણે છે કે અંતે અમેરિકા
જીતશે.