• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

avshan nodh

‘ફૂલછાબ’ના કર્મચારી ચક્રપાણી આચાર્યનું અવસાન

રાજકોટ: ‘ફૂલછાબ’ના કર્મચારી ટેલિફોન ઓપરેટર ચક્રપાણી શ્રીનિવાસ આચાર્ય તે રાધાબેનના પતિ, રાજગોપાલ (વડોદરા)ના મોટાભાઈ, જેલમબેન અમીતભાઈ રાજ્યગુરૂના પિતાશ્રી અને દૃશ્ય અમિતભાઈ રાજગુરૂના નાનાનું તા.24ના રવિવારે રાજકોટ ખાતે અવસાન થયું છે. બેસણું તા.28ને ગુરૂવારે સાંજે 4 થી 6, વિશ્વેશ્વર મહાદેવ મંદિર, મવડી મેઈન રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

 

દેવલાલીમાં પૂ. હંસાબાઇ મહાસતીજીનો કાળધર્મ : આજે પાલખીયાત્રા

રાજકોટ, તા.24: ગોંડલ સંપ્રદાયના પ્રાણગુરૂદેવના પરિવારના ઉગ્રવિહારી જયાબાઇ મ.સ.ના સુશિષ્યા હંસાબાઇ મ.સ. 94 વર્ષની વયે 69 વર્ષના દીક્ષા પર્યાય સહિત તા.24ને રવિવારે સમાધિભાવે કાળધર્મ પામ્યા છે. તા.25ને સોમવારે સવારે 11 કલાકે  વૈભવ સોસાયટી, લામ રોડ, રાજગૃહી સોસાયટી પાસેથી પાલખીયાત્રા નિકળશે.સાવરકુંડલામાં સમજુબેન હરજીવનભાઇ મગીયાનું ગૃહાંગણે જન્મેલા હંસાબેનની દીક્ષા વૈશાખ વદ- 5, વિ. સં. 2012ના પ્રાણ ગુરૂદેવના હસ્તે છેલ્લા દીક્ષિત થનાર હતા. દેવલાલીમાં સ્થિરવાસ હતા. જ્યોતિબાઇ મ.સ. અને મગીયા પરિવારે વૈયાવચ્ચનો લાભ લીધેલ. ગોંડલ ગચ્છ શિરોમણી જસરાજજી મ.સા., ધીરજ મુનિ મ.સા.એ ગુણાંજલિ અર્પણ કરેલ હતી.

 

પડધરી: લલિતભાઈ તુલસીદાસ ચૌહાણ તે સ્વ.અરવિંદભાઈ, ધીરૂભાઈ, જીતુભાઈના ભાઈ, ધવલભાઈ, ઉત્તમભાઈ, વૈશાલીબેન ગિરીશકુમાર ગોહેલ, ધર્મિષ્ઠાબેન ચંદ્રેશભાઈ સોલંકીના પિતાશ્રી, પીઠડવાળા મનસુખભાઈ સાંચલાના જમાઈ, બકુલભાઈ, અરવિંદભાઈના બનેવીનું તા.24ના અવસાન થયું છે. બેસણું તા.25ના 5થી 6, પ્રગટેશ્વર મહાદેવ મંદિર, પડધરી ખાતે છે.

નવાગામ: કાલાવડના નવાગામ નિવાસી પ્રફુલ્લાબેન અનિલભાઈ પોપટ (ઉં.60) તે અનિલભાઈ દયાળજીભાઈ પોપટના પત્ની, કમલેશભાઈના ભાભી, ગૌરાંગભાઈ, ચિરાગભાઈ, પૂજાબેન ચેતનકુમાર અનડકટ (ધ્રોલ), આરતીબેન કીર્તિકુમાર રવાણી (મોરબી)ના માતુશ્રી, સ્વ.મગનલાલ ભાણજીભાઈ કક્કડના પુત્રી, સ્વ.િકશોરભાઈ, સ્વ.જયંતીભાઈ, શૈલેષભાઈ (મોરબી)ના બેનનું તા.23ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.25ના સાંજે 4થી 5, પટેલ સમાજની વાડી, નવાગામ (કાલાવડ) છે.

રાજકોટ: સુરેશભાઈ ગોવિંદભાઈ ચાવડા તે મિતેશભાઈ (િમરામ્બિકા શૈક્ષણિક સંકુલ કેમ્પસ હેડ)ના પિતાશ્રીનું તા.24ના અવસાન થયું છે. બેસણું તા.25ના સાંજે 4થી 6, બી-403, એવરેસ્ટ હિલ, મવડી-કણકોટ રોડ, રાજકોટ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક