46 મિસાઈલ પણ છોડી: યુદ્ધ બન્યું વધુ તીવ્ર: યુક્રેને તેલ રિફાઈનરીને બનાવી નિશાન
નવી
દિલ્હી, તા.30 : રૂસ અને યુક્રેન વચ્ચે વણથંભ્યા ચાલી રહેલા યુદ્ધમાં
બંને દેશોએ આક્રમકતા વધારતાં એક-બીજા પર હુમલા કર્યા છે. રૂસે 500થી વધુ ડ્રોન અને
45 મિસાઈલ સાથે યુક્રેન પર ફરી એક મોટો હુમલો કર્યો હતો જોકે યુક્રેને ઘણા ડ્રોન અને
મિસાઈલ તોડી પાડવાનો દાવો કર્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ રશિયા
પર યુદ્ધ ભડકાવવાનો આરોપ લગાવ્યો હતો. દરમ્યાન યુક્રેને પણ રૂસ પર ડ્રોનનો મારો ચલાવ્યો
હતો. રશિયાએ યુક્રેનના 20 ડ્રોન તોડી પાડ્યાનો દાવો કર્યો હતો.
યુક્રેને
રશિયાની અધીન રહેલા ક્રિમિયાને નિશાન બનાવતાં ડ્રોન હુમલો કર્યો હતો. રશિયન અધિકારીઓએ
જણાવ્યું હતું કે 18 ડ્રોન ક્રિમિયા ઉપર અને બાકીના અન્ય ક્ષેત્રમાં તોડી પાડવામાં
આવ્યાં હતાં.
રશિયાએ
યુક્રેનના 14 જેટલાં ક્ષેત્રોને એક સાથે નિશાન બનાવીને 500 જેટલાં ડ્રોન અને 45 મિસાઈલથી
હુમલો કર્યો હતો. યુક્રેનની હવાઈ સુરક્ષા પ્રણાલીએ અનેક ડ્રોન તોડી પાડયાં હતાં જોકે
અમુક ડ્રોન હવાઈ સુરક્ષા છત્રને ભેદવામાં સફળ પણ રહ્યાં હતાં. યુક્રેનના સ્થાનિક અધિકારીઓએ
જણાવ્યું હતું કે આ હુમલાને કારણે અનેક સ્થળે વીજવિક્ષેપ સર્જાયો હતો. અનેક લોકો ઘાયલ
પણ થયા હતા. અનેક મકાનો અને ઊર્જા એકમોને નુકસાન પહોંચ્યું છે. સૌથી વધુ નુકસાન જૈપસોરિજિયા,
લુત્સ્ક અને ડિનિધ્રોમાં થયું હતું. સામા પક્ષે યુક્રેને રૂસના ક્રાસ્રોડાર, સિજરાન
સ્થિત તેલ રિફાઈનરીને ડ્રોનના નિશાને લીધી હતી.
ઝેલેંસ્કી
અને મોદી વચ્ચે ફોન ઉપર વાતચીત
નવી
દિલ્હી, તા. 30 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેંસ્કી
વચ્ચે ફોન ઉપર વાતચીત થઈ હતી. જેમાં ઝેલેંસ્કીએ પીએમ મોદીને યુક્રેનમાં બનેલા હાલના
ઘટનાક્રમ અંગે જાણકારી આપી હતી. બીજી તરફ પીએમ
મોદીએ આશ્વાસન આપ્યું હતું કે, શાંતિ બહાલ કરવા માટેના તમામ પ્રયાસનું ભારત સમર્થન
કરશે. પીએમઓ તરફથી ઝેલેંસ્કી અને મોદી વચ્ચે વાતચીતની જાણકારી આપવામાં આવી હતી. જેમાં
કહ્યું હતું કે, મોદીએ યુક્રેન મુદ્દે જાણકારી આપવા બદલ ઝેલેંસ્કીનો આભાર માન્યો હતો
અને સમાધાનના પ્રયાસનું સમર્થન કરવામાં આવશે તેમ કહ્યું હતું.