બેંગલોર, તા. 30 : આઈપીએલ 2025મા આરસીબીની ખિતાબી જીત બાદ ચાર જુને એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિકટ્રી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. વિકટ્રી પરેડ દરમિયાન સ્ટેડિયમની બહાર ભાગદોડ થઈ હતી અને 11 લોકોએ જીવ ગુમાવ્યો હતો. તેમજ 50થી વધારેને ઈજા પહોંચી હતી. આ ઘટનાના ત્રણ મહિના બાદ હવે આરસીબીએ માગદોડમાં મૃત્યુ પામેલા લોકોના પરિવાર માટે મોટું એલાન કર્યું છે. આરસીબી મૃતકોના પરિવારને 25-25 લાખ રૂપિયાની સહાય આપશે.
આરસીબીએ
મૃતક ફેન્સની યાદમાં એક ભાવુક સંદેશ જારી કર્યો હતો. આરસીબી તરફથી લખવામાં આવ્યું હતું
કે 4 જૂન 2025ના દિલ તૂટી ગયા હતા. આ દિવસે આરસીબી પરિવારના 11 સભ્ય ગુમાવ્યા હતા.
જે માત્ર ટીમનો હિસ્સો નહોતા પણ શહેર, સમુદાય અને ટીમને ખાસ બનાવતા લોકો હતા. તેઓની
કમી હંમેશાં રહેશે. કોઈપણ મદદ આ ખાલીપણાને પૂરી શકશે નહીં પણ એક શરૂઆતના રૂપમાં અને
સન્માન સાથે આરસીબીએ મૃતકોના પરિવારને 25 લાખ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે.
આરસીબીએ
અંતમાં લખ્યું હતું કે આ આરસીબી કેયર્સની શરૂઆત પણ છે. એક પહેલ છે જે સાર્થક કામ માટે
સમર્પિત છે.તેમની સ્મૃતિને સન્માન આપતા આ કદમ બતાવશે કે પ્રશંસક શું અનુભવ કરે છે અને
કેવી અપેક્ષા રાખે છે. ઉલ્લેખનીય છે કે ચિન્નાસ્વામી ભાગદોડની તપાસ માટે જોન માઈકલ
ડીકુન્હાની અધ્યક્ષતામાં એક ન્યાયિક આયોગનું ગઠન કરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં સ્ટેડિયમને
મોટા આયોજનકો માટે અસુરક્ષિત ગણાવ્યું હતું. પરિણામે આઈસીસી મહિલા વિશ્વકપ 2025 દરમિયાન
બેંગલોરમાં થનારા મુકાબલા મુંબઈ શિફ્ટ થયા છે.