રિયાસીમાં ભૂસ્ખલનમાં સાત અને રામબનમાં વાદળ ફાટતાં સાત મોત : પૂરથી જનજીવન બેહાલ
શ્રીનગર,
તા. 30 : કુદરતના ખોળે વસેલા કાશ્મીર પર કુદરતનો જ કોપ વરસ્યો છે. ભૂસ્ખલન અને વાદળ
ફાટવા જેવી ઘટનાઓમાં ખીમણાં શનિવારે 11 લોકોનાં મોત થઈ ગયાં હતાં.
કાશ્મીરના
રિયાસી જિલ્લાના બદર ગામમાં શનિવારની સવારે ભેખડો ધસી પડતાં કાટમાળ હેઠળ દબાઈ જવાથી
સાત લોકોએ જીવ ખોયા હતા. બીજી તરફ રામબનના રાજગઢમાં વાદળ ફાટવાની ઘટનામાં ચાર લોકોનાં
મોત થઈ ગયાં હતાં, તો એક વ્યક્તિ લાપતા બની હતી. રિયાસી જિલ્લામાં ભૂસ્ખલનની ઘટના બાદ
કાટમાળમાં ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે,
જેમની તલાશ જારી છે. રામબન જિલ્લાના રાજગઢમાં વાદળ ફાટતાં અનેક મકાનોને નુકસાન થયું
હતું. પ્રશાસન, પોલીસ, સેનાની ટીમોએ બચાવ, રાહત અભિયાન છેડયું હતું.
પ્રભાવિત
પરિવારો માટે હંગામી ધોરણે રાહત છાવણીઓ તાબડતોડ ઊભી કરાઈ હતી. નદીઓમાં જળસ્તર વધતાં
પૂરની સ્થિતિથી જનજીવન બેહાલ બન્યું છે. રિયાસીમાં ભૂસ્ખલનથી આખું ઘર ધસી પડતાં એક
જ પરિવારના સાત સભ્યનાં મોત થઈ ગયાં હતાં. સ્વજનો ખોનારાઓના આક્રંદથી ભારે કરુણ દૃશ્યો
સર્જાયાં હતાં.
ઉત્તરાખંડમાં
વાદળ ફાટતા 5ના મૃત્યુ : મનાલીમાં પાણી ફરી વળ્યું, 11 લાપતા
શ્રીનગર,
તા.30 : ઉત્તરાખંડના વિવિધ વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટનામાં પાંચ વ્યક્તિનાં મોત નીપજ્યાં
છે અને 11 વ્યક્તિ ગુમ થયા હતા. શુક્રવારે બપોર સુધીમાં વરસાદના કારણે મનાલી શહેરનો
જમણો કાંઠો પાણીથી ધોવાઈ ગયો હતો અને સમગ્ર શહેર બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ હતી. ઉત્તરાખંડમાં વાદળ ફાટવાના કારણે સંખ્યાબંધ ઘરો
ધોવાઈ ગયા છે અને ઘણા ઘરો દબાઈ ગયા છે. 23 ઓગસ્ટે તેહરાલિ જિલ્લામાં પવર્તીય હોનારતની
સૌથી વધુ અસર ચમોલી, રુદ્રપ્રયાગ, તેહરી અને
બાગેશ્વર જિલ્લામાં વરતાઈ છે. 5 ઓગસ્ટે ઉત્તરકાશી જિલ્લાની ખીર ગંગા નદીમાં
આવેલા પૂરના કારણે ગંગોત્રી માર્ગના ધારાલીમાં અડધા જેટલો વિસ્તાર સપાટ થઈ ગયો છે.