• રવિવાર, 31 ઑગસ્ટ, 2025

avshan nodh

સ્કીનદાન, ચક્ષુદાન

રાજકોટ: રાજકોટ જૈન સમાજના સ્વ.હેમાંગીનીબેન ભુપેન્દ્રભાઈ શેઠનું અવસાન થતા તેમના પુત્ર જીગ્નેશભાઈ શેઠની સહમતીથી અને ઈન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ મેહુલભાઈ રવાણી અરિહંત ઈન્વેસ્ટમેન્ટવાળા અને નિલેશભાઈ બાવીશી આઈ.આઈ.સી.બેંકની પ્રેરણાથી સ્વ.હેમાંગીનીબેન શેઠના ચક્ષુનું દાન તથા સ્કીનનું દાન વિવેકાનંદ યુથ ક્લબના માર્ગદર્શક મુકેશભાઈ દોશી અને ચક્ષુદાન અભિયાનના સંયોજક અનુપમભાઈ દોશી અને ઉપેનભાઈ મોદી દ્વારા કરવામાં આવેલ. સંસ્થા દ્વારા આ 162મું ચક્ષુદાન, 15મું સ્કીન દાન છે.

અમરેલી: સોની મયંકભાઈ (ઉં.41) તે સોની શશીકાંતભાઈ ચુનીલાલ રાજપરાના પુત્ર, નયનભાઈના નાનાભાઈ, સોની અમૃતલાલ વલ્લભજીભાઈ વઢવાણા (રાજકોટ)ના ભાણેજનું તા.10ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.11ના સાંજે 4થી 6, સોની જ્ઞાતિની વાડી, કપોળ બોર્ડિંગ રોડ, અમરેલી છે.

ઉના: દેલવાડાના કંડોળિયા બ્રાહ્મણ હસમુખલાલ અમૃતલાલ ભટ્ટ (ઉં.82)(દેલવાડા સમસ્ત બ્રહ્મ સમાજના પુર્વ પ્રમુખ) તે પ્રેમીલાબેનના પતિ, મનીષભાઈ, મીતેષભાઈ, ડો.આશિષભાઈના પિતાશ્રીનું તા.6ના અવસાન થયું છે. સાદડી, પ્રાર્થનાસભા તા.11ના સાંજે 4થી 6, કૃષ્ણ બાગ, દેલવાડા છે.

જામનગર: દડિયા નિવાસી જયંતિલાલ નારણજી પાંધી (ઉં.89) તે કિરણબેન પુનિતભાઈ જોષી (સેવક), રૂપાબેન જયકિશનભાઈ લહેરૂ, યોગીતાબેન દૌલતભાઈ જેઠાલાલ ચઠ્ઠના પિતાશ્રી, પુનિતભાઈ હર્ષદરાય જોષી (સેવક), જયકિશનભાઈ ઉમિયાશંકર લહેરૂ, દૌલતભાઈ જેઠાલાલ ચઠ્ઠના સસરા, કુશ, જીનેશ, દર્શ, સાગર, ચાંદની, કરણના નાનાનું તા.10ના અવસાન થયું છે. ઉઠમણું તા.11ના સાંજે 5થી 5-30, ત્રીઓ તેમજ પુરૂષો માટે પાબારી હોલ, તળાવની પાળે, જામનગર છે.

કોડિનાર: અતુલકુમાર (ઉં.57) તે પ્રવિણચંદ્ર પ્રભુદાસ ઉનડકટના પુત્ર, મયંકભાઈ, હિતાક્ષીબેન કેવલકુમાર ઓઝા (ઉના)ના પિતાશ્રી, ભરતભાઈ (બાલાભાઈ-જૂનાગઢ), પારૂલબેન જીતેન્દ્રકુમાર દાવડા (વેરાવળ)ના ભાઈ, હિંમતભાઈ, રમણીકભાઈ (ભોજદે)ના ભત્રીજા, કોડીનારવાળા મનસુખલાલ કમળશીભાઈ વિઠ્ઠલાણીના સાળાના પુત્ર, સ્વ.નાનાલાલ રણછોડદાસ તન્ના (વેળવાવાવાળા)ના જમાઈ, શૈલેષભાઈ, સંજયભાઈના બનેવીનું તા.10ના અવસાન થયું છે. ઉઠમણું, પ્રાર્થનાસભા, શ્વસુર પક્ષની સાદડી તા.11ના સાંજે 4થી 6, સિદ્ધનાથ મહાદેવ મંદિર, સરદારનગર,

કોડીનાર છે.

ભાવનગર: વેરાવળ ડારી નિવાસી હાલ ભાવનગર સ્વ.નારણદાસ ધરમશીભાઈ સુબાના પત્ની લાભુબેન (ઉં.90) તે દિનેશભાઈ, જયેશભાઈ, ચંદ્રિકાબેન વિનુભાઈ બુદ્ધદેવ, જયશ્રીબેન મહેન્દ્રભાઈ તન્ના, જ્યોતિબેન નરેન્દ્રભાઈ ઠકરારના માતુશ્રી તથા બીનાબેન મનીષાબેનના સાસુ, આયુસીના દાદીનું તા.10ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.11ના સાંજે 4થી 6, લોહાણા વિદ્યાર્થી ભવન ગાર્ડન પાછળ, ભાવનગર છે.

સાવરકુંડલા: ગીતાબેન (ઉં.62) તે રસીકલાલ શામજીભાઈ ચુડાસમાના પત્ની, હાર્દિક, કમલના માતાનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.11ના સાંજે 4થી 6, “શ્રીકૃષ્ણ’’, નેસડી રોડ, કાનાણીનગર, સાવરકુંડલા છે.

રાજકોટ: જામજોધપુર નિવાસી હાલ રાજકોટ નરોત્તમભાઈ મુળજીભાઈ સંઘવીના પત્ની કુસુમબેન (ઉં.82) તે બીનાબેન બિંદેશકુમાર દોશી, કોકીલાબેન નરોત્તમભાઈ સંઘવી, મીતાબેન સુદેશકુમાર શાહ, અંજુબેન (અલ્પાબેન) નિલેશકુમાર શાહના માતુશ્રીનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.11ને સવારે 10-30 કલાકે, ઋષભનાથ જૈન ઉપાશ્રય, યુનિકેર હોસ્પિટલ સામે, નાગેશ્વર રોડ, રાજકોટ છે.

જૂનાગઢ: પરેશભાઈ કાંતીલાલ દેવાણી (ઉં.59) તે રૂપેશભાઈ, પ્રીતિબેન કોટેચા, દિપ્તીબેન સેજપાલના ભાઈ તથા શ્યામ અને ઘનશ્યામના પિતાશ્રી, ડોલરભાઈ કોટેચા (ચેરમેન-ખેતી બેંક) અને કિરીટભાઈ સેજપાલના સાળા, હરસુખભાઈના ભત્રીજાનું તા.10ના અવસાન થયું છે. બેસણુ, સાદડી તા.11ના 4-30થી 6, અક્ષર સ્વામીનારાયણ મંદિર, સત્સંગ હોલ, જૂનાગઢ છે.

મોરબી: મૂળ ચુંપણી હાલ મોરબી તરૂણાબેન તે જગદીશભાઈ વિશ્વનાથભાઈ ઠાકરના પત્ની, કનૈયાલાલ રૂગનાથભાઈ પંડયાના દીકરી, હીતેશભાઈ, અશોકભાઈના બેનનું અવસાન થયું છે. બેસણું તા.11ના સાંજે 4થી 5, પિયર પક્ષનું બેસણું સાથે હરી એપાર્ટમેન્ટ, હરીપાર્ક, સર્કીટ હાઉસ સામે, સામાકાંઠે મોરબી-2 છે.

જામકંડોરણા: મુળ જેતપુર હાલ જામકંડોરણા ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ હસમુખભાઈ હેમતલાલ પંડયા (ઉં.68) તે હંસાબેનના પતિ, નયનભાઈ, નિશાબેન, નીકિતાબેનના પિતાશ્રી, સ્વ.શરદભાઈ, સ્વ.કનુભાઈના નાનાભાઈ, દિપકભાઈ, જીજ્ઞેશભાઈના સસરાનું તા.8ના અવસાન થયું છે. બેસણું જામકંડોરણા ખાતે તા.11ના સાંજે 4થી 6, ખોડીયાર ચોક, ધોબી શેરી રાખેલ છે. જેતપુર ખાતે બેસણું તા.14ના સાંજે 4થી 6, વાઘેશ્વરી મંદિરે છે.

લાંબા: સ્વ.પ્રધાનભાઈ રામજીભાઈ ચંદારાણાના પુત્ર દિનેશભાઈ (ઉં.61) તે સ્વ.મોહનભાઈ, સ્વ.મનસુખભાઈ, સ્વ.ભરતભાઈના નાનાભાઈ, વિજયભાઈ (પત્રકાર)ના મોટાભાઈ, હંસાબેન મગનલાલ ગોકાણીના ભાઈ, મગનલાલ ભીખુભાઈ ગોકાણી (રાજા મીલ પોરબંદર)ના સાળા, સ્મીત, કૌશીકના પિતાશ્રીનું તા.9ના અવસાન થયું છે. ઉઠમણું તા.11ના સાંજે 3-30થી 4, લાંબા લોહાણા મહાજન વાડીએ છે. ભાઈઓ તથા બહેનોનું સાથે છે.

ઇ-પેપરના નવા શુલ્ક