ચક્ષુદાન
રાજકોટ:
સાતોદડ -વાવડી નિવાસી હાલ રાજકોટ સ્વ.નારણદાસ પાનાચંદ હિંડોચાના પત્ની મંજુલાબેન (ઉં.85)
તે વિજયભાઈ, સ્વ.મહેશભાઈ, કિરીટભાઈ, સંજયભાઈ, દક્ષાબેનના માતુશ્રી, ભરતભાઈ રાજાણીના
સાસુ, દિનેશભાઈ વૃજલાલ ગણાત્રા (ચોકી)ના બહેનનું તા.11ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા,
પિયર પક્ષની સાદડી તા.14ના સાંજે 4થી 6, અભય ભારદ્વાજ હોલ, ગોપાલ ચોક પાસે, પેરેડાઈઝ
હોલ પાસે, રાજકોટ છે. સદગતનું ચક્ષુદાન કરેલ છે.
ચક્ષુદાન
રાજકોટ:
વિજયભાઈ નરોત્તમભાઈ પરમારનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન,
ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 727મું ચક્ષુદાન થયેલ છે. ચક્ષુદાન
નવ જાગૃતિ સેવા મંડળ ટ્રસ્ટ- વીંછિયાના સહયોગથી
થયેલ છે.
રાજકોટ:મયુરભાઈ
રતિલાલ વૈષ્ણવ (ઉં.87)(મુ.વઢવાણ, હાલ રાજકોટ) તે નયનાબેનના પતિનું તા.12ના અવસાન થયું
છે. સદ્ગતની લૌકિક ક્રિયાઓ બંધ રાખેલ છે.
મોરબી:
મંજુલાબેન હંસરાજ મીરાણી તે સ્વ.મનહરલાલ તથા સ્વ.કિરણચંદ્રના બહેન, ભદ્રકુમાર (વતન
ગ્લાસવેર્સ)ના ફૈબાનું તા.12ના અવસાન થયું છે. બેસણું તા.18ના 4-30થી 5-30, 13-વસંત
પ્લોટ, ખોડિયાર હોટલ પાછળ, મોરબી ખાતે તેમના નિવાસ સ્થાને છે.
રાજકોટ:
ધીરેન્દ્રભાઈ રતિલાલ છત્રા તે સ્વ.મિથીલાબેન, સ્વ.રતિલાલ ગોરધનદાસ છત્રાના પુત્ર, સુમનભાઈ,
નરેન્દ્રભાઈના ભાઈનું તા.13ના અવસાન થયું છે. ઉઠમણું તા.14ના સાંજે 4-30થી 5-30, ખોડિયાર
હોલ, ગાયત્રીનગર મેઈન રોડ, જલારામ ચોકની બાજુમાં, રાજકોટ છે.
રાજકોટ:
પ્રવિણભાઈ લાલજીભાઈ મારડીયાના પત્ની હેતલબેન તે પ્રફુલ્લભાઈ, ચંદ્રેશભાઈના ભાભીનું
અવસાન થયું છે. બેસણું તા.14ના 4 થી 6, મોમાઈ હોલ, ન્યુ સુભાષ બી, 40 ફૂટ મેઈન રોડ,
નવનીત હોલ વાળી શેરી, કોઠારીયા રોડ પાસે, હરીધવા મેઈન રોડ, રાજકોટ છે.
રાજકોટ:
નરેન્દ્ર વસંતલાલ દોશીના પત્ની નીતાબેન (ઉ.69) તે હીરેન, ક્રિષ્ના, ક્રિનાના માતુશ્રી,
જગદીશભાઈ, નવનીતભાઈ, ઉષાબેનના ભાભીનું તા.11ના અવસાન થયું છે. ઉઠમણું તા.14ના 10-30
થી 11, પ્રાર્થનાસભા 11 થી 12, બેન્કર્સ રીક્રિએશન ક્લબ, શ્રોફ રોડ ખાતે છે.
રાજકોટ:
હંસાબેન અરૂણભાઈ પરમાર (ઉ.80) તે સ્વ.અરૂણભાઈ પરમારના પત્ની, લલીતભાઈ, રાજેશભાઈ, કુસુમબેન,
ચંદ્રિકાબેનના માતુશ્રી, શીતલબેન, જયેન્દ્રકુમારના સાસુનું તા.12ના અવસાન થયું છે.
બેસણું તા.15ના સાંજે 4 થી 6, સહકારેશ્વર મહાદેવ મંદિર, સહકાર સોસાયટી-7, રાજકોટ છે.
રાજકોટ:
મોટી ખિલોરી નિવાસી હાલ રાજકોટ સ્વ.વ્રજલાલ કરસનદાસ શેઠના પત્ની તારામતીબેન (ઉ.85)
તે સ્વ.મુળચંદભાઈ અંતાણીની પુત્રી, દિનેશ, રાજેશ, ડિમ્પલબેન રાજેશભાઈ કુલરના માતુશ્રી,
ભારતીબેનના સાસુ, નિધીના દાદીનું તા.11ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.14ના સાંજે
4-30 થી 6, સોમેશ્વર મહાદેવ મંદિર, વિતરાગ સોસાયટી, રૈયા રીંગ રોડ, રાજકોટ છે.
રાજકોટ:
જોડિયાવાળા ગુર્જર ક્ષત્રિય કડિયા કિરીટભાઈ રાઠોડ (ઉ.70) તે સ્વ.ત્રિકમજીભાઈ, સ્વ.શાંતાબેનના
પુત્ર, સ્વ.રમેશભાઈ, સ્વ.મુકુંદભાઈના નાનાભાઈ, સ્વ.પોપટલાલ, સ્વ.મુક્તાબેનના જમાઈ,
કુસુમબેનના પતિ, અંકુર, રાજેન્દ્ર અને કરણના પિતાશ્રીનું તા.11ના અવસાન થયું છે. બેસણું
તા.14ના સાંજે 4 થી 6, શ્યામવાડી, ગીતા મંદિરની પાસે, ભક્તિનગર સર્કલ, રાજકોટ છે.
વિસાવદર:
નજમુદીન ઈસ્માઈલજી ચૌહાણના પત્ની ફાતેમાબેન તે હોજેફાભાઈ, મરીયમબેન (રાજકોટ), તસ્નીમબેન
(બરવાળા-ઘેલાસા), અલીફીયાબેન તથા રશીદાબેન (ધોરાજી)ના માતુશ્રી તા.13ના વફાત થયેલ છે.
સિયુમના ફાતેહા તા.15ના ઈજજી મસ્જીદ, વિસાવદર મુકામે સવારે 11-30 વાગ્યે છે.
ગોંડલ:
નટવરલાલ હરિદાસ ચોટાઈ તે શૈલેષભાઈ, હિતેશભાઈ, વર્ષાબેન હિતેશકુમાર દત્તાણી, મનીષાબેન
વિજયકુમાર દત્તાણી અને હેતલબેન પીયુષકુમાર દાસાણીના પિતાશ્રી, દિનેશભાઈ, અમુભાઈ, પરેશભાઈ,
હર્ષાબેન, રેખાબેનના મોટાભાઈ, ભાવિશાબેન અને મીરાબેનના સસરાનું તા.13ના અવસાન થયું
છે. ઉઠમણું, સ્વસુર પક્ષની સાદડી તા.14ના સાંજે 4 થી 4-30, લોહાણા મહાજન વાડી, ભુવનેશ્વરી
રોડ, ગોંડલ છે. ટેલિફોનીક ઉઠમણું સાંજે 5-30 થી 7 છે. મો.નં.98256 71081, 90019
97791
રાજકોટ
:પ્રતિકભાઈ આડેસરા (ઉ.વ. 45) તે સ્વ. માધવજી કલ્યાણજી આડેસરા (ધ્રોલવાળા)ના પૌત્ર,
સ્વ. મુકુંદરાય તથા ગં. સ્વ. કુંદનબેનના પુત્ર, રાજશ્રીબેનના પતિ, સંજયભાઈ, નિતાબેન
ભાગ્યેશભાઈ પારેખ, તુલસાબેન બિપીનભાઈ રાણપરા અને માધુરીબેન ભરતભાઈ રાણપરાના નાનાભાઈ,
લોમેશ તથા દિગંતના પિતા અને જગદીશભાઈ કાલીદાસ પારેખ ટંકારાવાળાના જમાઈનું અવસાન થયું
છે. બંને પક્ષનું બેસણું તા. 14ને ગુરુવારે બપોરે 3.30 થી 5.00 સોની સમાજની વાડી યુનીટ
નં -1 ખીજડાવાળી શેરી, કોઠારીયા નાકા, રાજકોટ ખાતે રાખેલ છે.