ચક્ષુદાન
રાજકોટ:
વેરાવળના કુકરાસગામના આહી સમાજના અગ્રણી કરસનભાઇ હીરાભાઇ છાત્રોડિયાનું અવસાન થતાં
તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન થયેલ છે. જનકલ્યાણ
ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ
730 ચક્ષુદાન થયેલ છે. આ ચક્ષુદાન પરબતભાઇ સોલંકી (108) વેરાવળના સહયોગથી થયેલ છે.
રાજકોટ:
હેમકુંવરબેન પથુસિંહ બારડનું તા.ર1ના અવસાન થયું છે. બેસણું તા.રપના 4થી 6 સોમવારે
લક્ષ્મીવાડી ખાતે આઈશ્રી કુવાવાળી ખોડિયાર માતાજી મંદિરે છે.
મુંબઈ:
કપાયાના રતનબેન ગોગરી (ઉં.90) ર0મીએ અવસાન થયું છે. તે મોંઘીબેન મેઘજી વિરજીનાં પુત્રવધૂ,
સ્વ.તલકશીનાં પત્ની, સ્વ.યોગેશ, સ્વ.ભારતી, ભરત, નૂતન, ભાવનાનાં માતા, નેણબાઈ દામજી
માવજી સાવલાનાં પુત્રી થાય. પ્રાર્થના રાખી નથી.
મુંબઈ:
સમાઘોઘાના શાંતાબેન સૈયા (ઉં.76) ર0મીએ અવસાન થયું છે. તે નાનબાઈ દેવરાજ ઘેલા સૈયાનાં
પુત્રવધૂ, સ્વ.અરવિંદના પત્ની, ભારતી, જસ્મીન, જયેશના માતા, કુંવરબાઈ દેવજી, સ્વરાજ
દેઢિયાના પુત્રી, વસનજી, લક્ષ્મીબેન, નાનજી, વલમજી, નાનબાઈ, હરીલાલના બેન થાય. પ્રાર્થના
રાખી નથી.
મુંબઈ:
પત્રીના જવેરબેન ઘરોડ (ઉં.90) ર0મીએ અવસાન થયું છે. તે ભવાનજીનાં પત્ની, પાંચીબાઈ કેશવજીના
પુત્રવધૂ, ઉર્મિલા, શાંતિલાલ, હસમુખ, ઉત્તમ, પરેશનાં માતા, વેલબાઈ ભાણજી ચનાનાં પુત્રી,
દેવજી, અમૃતલાલ, લક્ષ્મીચંદ, તલકશી, ઉમરબાઈ લાલજી, લક્ષ્મીબેન દામજી, પ્રભા હરીલાલ,
ગુણવંતી નેમજી, ખેમકુંવર દામજી, મંજુલા કાનજીનાં બેન થાય. પ્રાર્થના રાખી નથી.
મુંબઈ:
લાયજાના પ્રેમજી છેડા (ઉં.87) ર1મીએ અવસાન થયું છે તે કંકુબાઈ પાલણના પુત્ર, કસ્તુરના
પતિ, સંજય, પ્રશાંત, છાયા, તીલાના પિતા, ગંગાબાઈ કાનજી, રાજબાઈ નાનજીના ભાઈ, દેવકાબાઈ
ખીમજીના જમાઈ થાય. પ્રાર્થના રાખી નથી.
મોરબી:
પ્રવિણચંદ્ર ચંદુલાલ મહેતા (મોડપર) ઉ.78 તે પરેશભાઈ, ચંદ્રેશભાઈના પિતાશ્રી, આરતીબેન,
મીલનબેનના સસરા, મિતભાઈના દાદાનું તા.રરના અવસાન થયું છે. બેસણુ, પ્રાર્થનાસભા તા.રપનાં
સવારે 10 થી 10.30 સવારે 11 થી 1ર.30 દશાશ્રીમાળી જ્ઞાતિની વાડી, જુના બસ સ્ટેન્ડ પાસે,
મોરબી છે.
રાજકોટ:
ચંદ્રકાંત વિઠલદાસ સોઢા તે ચિરાગભાઈ, પારસભાઈ સોઢા (એડવોકેટ)ના પિતાશ્રી, હેતલબેન,
ફાલ્ગુનીબેનના સસરા, ખુશી, રીયા, ત્વીસાના દાદા, ધીરજલાલ, સ્વ.જયંતિભાઈ, સ્વ.મનસુખભાઈ,
સ્વ.અમૃતભાઈના નાનાભાઈ, સ્વ.રશ્મીબેનના પતિ, મોરારજીભાઈ કોટેચાના જમાઈનું તા.ર3ના મસ્કત
મુકામે અવસાન થયું છે. બેસણુ તા.રપના સાંજે પ થી 6 પુનિતનગર શેરી નં.6, મોહનેશ્વર મહાદેવ
મંદિર, રાજકોટ છે. મોસાળ પક્ષની સાદડી સાથે છે.
રાજકોટ:
ભાનુબેન જગદીશભાઈ સીનરોજા (ઉ.વ.79) તે જગદીશભાઈનાં પત્ની, સંજયભાઈના માતુશ્રી, તન્વીબેનનાં
સાસુ, જાન્વી-હેન્સીનાં દાદીનું તા.રરનાં અવસાન થયુ છે. બેસણુ, પિયરપક્ષનું સાથે તા.રપનાં
સાંજે 4 થી પ.30 શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ, 7/10 ભક્તિનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ
છે.
રાજપરા
ગંગાસતીના: સુજાનસિંહ દિલુભા સરવૈયા (ઉં.પપ) તે રમજુભાના નાનાભાઈ, ધર્મેન્દ્રસિંહ,
નિરૂભાના કાકાના દિકરા, વનરાજસિંહ, જયપાલસિંહ, શક્તિસિંહ, સુરપાલસિંહ, નિકુલસિંહ, કુલદીપસિંહના
કાકા, જનકસિંહ, ભાવસિંહના દાદાનું તા.ર3ના અવસાન થયુ છે. બેસણુ તા.રપ થી તા.ર9 ત્રણદિવસનું
રાજપરા મુકામે છે.
જસદણ:
દશા મોઢ માંડલીયા વણિક ધનલક્ષ્મીબેન રમણીકલાલ કલ્યાણી (વૈદ્ય જગન્નાથ માધવજીવાળા) (ઉં.9ર)
તે મનીષભાઈ, ઈલાબેન કમલેશકુમાર મહેતા (બોમ્બે), કામિનીબેન પારેખ (ભાવનગર)ના માતુશ્રીનું
તા.ર3ના અવસાન થયું છે. બેસણુ તા.ર4ના સાંજે 4 થી પ ગાયત્રી મંદિર, જસદણ છે.
રાજકોટ:
લુહાર ભાવનાબેન શૈલેષભાઈ ઉમરાણીયા (ઉં.4પ) તે વડીયાવાળા લુહાર શૈલેષભાઈ રામજીભાઈ ઉમરાણીયાના
પત્ની, ઋત્વિક (સી.એ.), માનસીના માતૃશ્રી, રાજુભાઈના ભાભી, રામજીભાઈ ઉમરાણીયાના પુત્રવધુ,
ધીરુભાઈ પિત્રોડા, બચુભાઈ પિત્રોડા (કરિયા)ના દીકરી, શૈલેષભાઈ જૂનાગઢ, અશ્વિનભાઈ, દિપકભાઈ
તેમજ નંદલાલ (કરિયા ભેસાણ), વિજયભાઈ, ગોપાલભાઈના બહેનનું તા.ર1ના અવસાન થયું છે. બેસણુ
પિયરપક્ષ સાથેનું તા.રપનાં સાંજે 4 થી 6 રૈયા ચોકડી ભવનાથ મહાદેવ મંદિર, અમૃતા હોસ્પિટલ પાસે શિવમ પાર્ક, રાજકોટ છે.