બાલેને બાગડોર સંભાળ્યાના બીજા દિવસે જ જેન-ઝી આંદોલન મામલામાં કાર્યવાહી
કાઠમંડુ,
તા. 28 : બાલેન શાહ વડાપ્રધાન બન્યા પછી તરત બીજા દિવસે જ પૂર્વ વડાપ્રધાન કે.પી. શર્મા
ઓલી અને પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકની પોલીસે શનિવારે સવારે ધરપકડ કરી લીધી હતી.
આ
કાર્યવાહી વીતેલાં વર્ષે થયેલાં જેન-જી આંદોલનના મામલામાં થઈ છે. ઓલીને ભક્તપુરના ગુંડ્ડુ
સ્થિત તેમના ઘરમાંથી અને રમેશ સવારે પાંચ વાગ્યે સૂર્યવિનાયકથી પકડાયો હતો. ગૃહ મંત્રાલયની
ફરિયાદ બાદ શરૂ થયેલી તપાસના આધાર પર આ ધરપકડ કરાઈ હતી. તપાસપંચે સૂચન કર્યું હતું કે, બન્ને નેતા પર બેદરકારીનો કેસ કરવો
જોઈએ.
આ
મામલામાં 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે, અહેવાલમાં અનેક મોટા અધિકારી સામે કાર્યવાહીની
વાત પણ કરાઈ છે.