મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે અફવા ફેલાવનારાઓ ઉપર નિશાન : નોઈડા એરપોર્ટના પહેલા તબક્કાનું પીએમએ કર્યું ઉદ્ઘાટન
નોઈડા, તા. 28 : વડા પ્રધાન નરેન્દ્ર
મોદીએ ઈરાન અને અમેરિકા યુદ્ધના કારણે ઉભા
થયેલા સંકટ ઉપર અફવા ફેલાવનારા રાજનેતાઓને સલામ આપી હતી. મોદીએ કહ્યું હતું કે, દેશને
નુકસાન પહોંચાડનારી હરકતોને જનતા ક્યારેય માફ કરતી નથી. આવી સ્થિતિ કોરોના કાળના સંકટમાં
પણ જોવા મળી છે. ઉત્તર પ્રદેશના જેવરમાં દેશના એવિએશન સેક્ટરને નવી ઉંચાઈએ લઈ જતા પીએમ
મોદીએ નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટના પહેલા તબક્કાનું ઉદ્ધાટન કર્યું હતું. આ સમયે મોદીએ
સપા અને કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, સપાએ નોઈડાને લૂટનું એટીએમબનાવ્યું
હતું. કોંગ્રેસ અને યુપીની પહેલાની સરકારોએ એરપોર્ટનો પાયો પણ નખાવા દીધો નહોતો.
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે અફવા ફેલાવનારા
રાજનેતાઓને સલાહ આપતા પીએમ મોદીએ કહ્યું હતું કે, પૂરી દુનિયા સંકટના સમયમાંથી પસાર
થઈ રહી છે. તેવામાં દરેક ભારતીયોએ એકતાથી સામનો કરવાનો છે. આ જ સૌથી મોટી તાકાત છે.
તેઓ દેશના તમામ રાજનીતિક દળોને આગ્રહપૂર્વક કહેવા માગે છે કે આવા સંકટમાં એવી વાતો
કરવાથી બચે જે દેશ માટે નુકસાનકારક છે. જે ભારતીયોના હિતમાં છે, ભારતના હકમાં છે તે
જ ભારત સરકારની નીતિ અને રણનીતિ છે. રાજનીતિ માટે ખોટી નિવેદનબાજી કરનારા રાજનીતિક
દલીલોમાં અમુક નંબર મેળવી લેશે પણ દેશને નુકસાન પહોંચાડતી હરકતોને દેશની જનતા ક્યારેય
માફ કરતી નથી.