• રવિવાર, 29 માર્ચ, 2026

ઈરાન યુદ્ધમાં હવે હુથી વિદ્રોહીઓએ પણ ઝંપલાવ્યું

-ઈઝરાયલમાં હુથીએ મિસાઈલ દાગી : પરમાણુ મથક ઉપર હુમલા પછી ઈરાની સેનાની ચેતવણી : ઈરાન સાથે પાક.ની એક કલાક લાંબી ચર્ચા

 

નવીદિલ્હી, તા.28: ઈરાનનાં પરમાણુ મથક ઉપર હુમલા પછી અખાતની જંગ વધુ તીવ્ર બનવાની આશંકા છે. ઈરાન-અમેરિકા અને ઈઝરાયલનાં યુદ્ધમાં હિઝબુલ્લા પછી હવે યમનનાં હુથી વિદ્રોહીઓનો પણ પ્રવેશ થઈ ગયો છે. આ યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં પહેલીવાર હુથી તરફથી ઈઝરાયલમાં હુમલો કરવામાં આવ્યો છે. હુથીઓ તરફથી દાગવામાં આવેલી મિસાઈલને ઈઝરાયલે વેસ્ટબેન્કમાં આંતરી હતી.

શુક્રવારની રાતે ઈરાનનાં પરમાણુ પ્લાન્ટ ઉપર અમેરિકા અને ઈઝરાયલે હુમલો બોલાવી દીધાનાં અહેવાલો આવતાં યુદ્ધ વધુ ભડકવાની ભીતિ પેદા થઈ હતી. જો કે આજે જાણવા મળી રહ્યું છે કે, ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થીનો પ્રયાસ કરતાં પાકિસ્તાન સાથે ઈરાની નેતાગીરીએ એકાદ કલાક લાંબી ચર્ચા કરીને શાંતિ સમજૂતી વિશે ચર્ચા કરી હતી. જો કે ઈરાનનાં વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ બે બિનસૈન્ય પરમાણુ મથક અને સ્ટીલની ફેક્ટરી ઉપર ઈઝરાયલનાં હુમલા સામે ચેતવણી આપી હતી કે, ઈઝરાયલ આની મોંઘી કિંમત ચૂકવશે. અમેરિકા અને ઈઝરાયલ આગથી ખેલી રહ્યાં હોવાની ધમકી પણ ઈરાની સેનાએ આપી હતી.          

દરમિયાન પરમાણુ મથકમાં રેડિએશન લીકેજ થયું ન હોવાનું ઈરાનનાં પરમાણુ ઊર્જા સંગઠને જણાવ્યું હતું.

દરમિયાન અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન યુદ્ધમાં નાટોની પ્રતિક્રિયા ઉપર નિરાશા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, નાટો કાગળનો વાઘ છે. અમેરિકા હંમેશા તેની મદદ કરે છે પણ એ લોકો ક્યારેય અમેરિકાની વહારે આવતાં નથી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અરણીટીંબા ગામે ક્રૂર જનેતાએ નવજાત બાળકીને ત્યજી દીધી, શ્વાને ફાડી ખાધી વાંકાનેર તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ ફોરેન્સિક માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી March 29, Sun, 2026