-2018ના ચુકાદાનું પાલન ન થવું કામમાં ચૂક : નિર્દેશની કોપી તમામ હાઈ કોર્ટના રજીસ્ટ્રાર જનરલને પહોંચાડવામાં આવશે
નવી
દિલ્હી, તા. 28 : સુપ્રીમ કોર્ટે બળાત્કારના કેસમાં પીડિતાની ઓળખ ઉજાગર થવાની નિંદા
કરી છે. આ સાથે જ તમામ હાઈ કોર્ટને નિર્દેશ આપ્યા છે કે તેઓ સુનિશ્ચિત કરે કે પીડિત
યુવતીઓ અને તેમના પરિવારના કોઈપણ સભ્યોના નામ કોર્ટના આદેશમાં લખવામાં ન આવે.
નિપુણ
સક્સેના કેસમાં પોતાના 2018ના ચૂકાદામાં શીર્ષ અદાલતે કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ
પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક, સોશિયલ મીડિયા વગેરેમાં પીડિતનું નામ પ્રિન્ટ કે પ્રકાશિત કરી
શકે નહી. અથવા કોઈપણ રીતે એવા તથ્ય ઉજાગર ન થઈ શકે જેનાથી ઓળખ સામાન્ય જનતા સુધી પહોંચે.
જસ્ટિસ
સંજય કરોલ અને જસ્ટિસ કોટિશ્વર સિંહની બેંચે કહ્યું હતું કે 2018ના ચૂકાદાનું પાલન
ન થવું કામમાં ચૂક બતાવે છે. આવા અપરાધોની બાદ થતા ઘેરા સામાજીક કલંક પ્રત્યે જાગૃતતાની
કમીને પણ બતાવે છે.શીર્ષ અદાલતે આગળ કહ્યું હતું કે, વિધાયિકાએ 1983મા આઈપીસીમા એક
જોગવાઈ જોડી હતી. જો હેતુ ભારતીય દંડ સંહિતાની ધારા 376 હેઠળ પીડિતની ઓળખની રક્ષા કરવાનો
હતો.
અદાલતે
કહ્યું હતું કે આ સંશોધન સ્પષ્ટ રીતે એક ખાસ સમસ્યાને દુર કરવા માટે હતું. જેમાં યૌન
અપરાધ મામલે પીડિતની ઓળખને સાર્વજનિક ન કરવી સામેલ છે. આ માટે બેંચે નિર્દેશ આપ્યો
છે કે ચુકાદાની કોપી દરેક હાઈ કોર્ટના રજીસ્ટ્રાર જનરલને સોંપવામાં આવે. આ ટિપ્પણી
હિમાચલ પ્રદેશ હાઈ કોર્ટના એક આદેશને રદ કરતા કરવામાં આવી હતી. જેમાં નવ વર્ષની બાળકી
સાથે દુષ્કર્મની સજાને પલટવામાં આવી હતી.