14 વર્ષ બાદ IPLનો ઓપનર મેચ જીતવા મેદાનમાં ઉતરશે મુંબઈ
નવી
દિલ્હી, તા. 28 : રમતના દરેક વિભાગમાં મજબૂત લાગી રહેલી મુંબઈની ટીમ આઈપીએલમાં પાંચ
વર્ષના ટ્રોફીના દુષ્કાળને ખતમ કરવા માટે અભિયાનની શરૂઆત કરશે. મુંબઈ પોતાના પહેલા
મેચમાં રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે. જેની ટીમ અમુક ખેલાડીઓ ઈજાગ્રસ્ત
થવાના કારણે કમજોર લાગી રહી છે.
મુંબઈએ
2013થી 2020 વચ્ચે પાંચ વખત ખિતાબ જીત્યો હતો. જો કે છેલ્લા અમુક વર્ષથી ચેમ્પિયન બની
શકી નથી. આ વખતે છઠ્ઠી વખત ખિતાબ જીતવા ઉપર મુંબઈની નજર રહેશે અને આ માટે શાનદાર શરૂઆત
કરવામં કોઈ અસર છોડશે નહી. મુંબઈએ 2012મા અંતિમ
આઈપીએ ઓપનર જીત્યો હતો.
ગયા
વર્ષે હાર્દિક પંડયાની આગેવાનીમાં ટીમ ત્રીજા સ્થાને રહી હતી. જો કે આ વખતે મુંબઈની
ટીમ સારી તૈયારી સાથે મેદાનમાં ઉતરી રહી છે. રોહિત શર્મા ફોર્મમાં વાપસી માટે ઉત્સુક
રહેશે. રોહિત ઉપરાંત ટીમમાં અન્ય પણ સ્ટાર ખેલાડીઓ છે. જેમા ટી20 વિશ્વકપ વિજેતા ટીમના
કેપ્ટન સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડયા, તિલક વર્મા અને જસપ્રીત બુમરાહ સામેલ છે. આ
ઉપરાંત રિયાન રિકેલ્ટન, શેરફેન રદરફોર્ડ, કોર્બિન બોશ, મિશેલ સેન્ટનર, ટ્રેન્ટ બોલ્ટ
જેવા વિદેશી ખેલાડી પણ રમતા દેખાશે.
બીજી
તરફ કોલકાતામાં કેપ્ટન અજિંક્ય રહાણે અને અંગકૃષ રઘુવંશી જેવા ખેલાડીઓ રમતા જોવા મળશે
પણ બોલિંગ આક્રમણ કમજોર લાગી રહ્યું છે. ઝિમ્બાબ્વેનો ફાસ્ટ બોલર મુજરબાની પ્રતિભાશાળી
છે પણ તેના ઉપર દબાણ રહી શકે છે. બોલિંગની
મોટી જવાબદારી વરુણ ચક્રવર્તીને નિભાવવી પડશે. જે વિશ્વકપમાં અપેક્ષિત પ્રદર્શન કરી
શક્યો નહોતો.