• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

એંજાર ગામે આડાસંબંધમાં આડખીલીરુપ પતિની હત્યા નીપજાવી પત્ની-પ્રેમી સહિત ત્રણ ફરાર

વાડીમાં સૂતેલા પતિનું ગળું દબાવી હત્યા કરી નાખી’તી

ત્રણેયની શોધખોળ

ધ્રાંગધ્રા, તા.4 : છોટાઉદેપુર પંથકના અને હાલમાં એંજાર ગામે ખેતમજૂરી કામ કરતા યુવાનની આડાસંબંધમાં આડખીલીરુપ બનતા પત્ની તથા તેના પ્રેમી અને સાગરીતે વાડીમાં ગળાટૂંપો દઈ હત્યા નિપજાવી ફરાર થઈ ગયાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો. આ અંગે પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, છોટાઉદેપુરના વતની ગોવિંદભાઈ વેરસીભાઈ રાઠવા સહિતનો પરિવાર એંજાર ગામે રહી ખેતમજૂરી કામ કરતો હતો. દરમિયાન પરિણીતા ભાવનાબેન નારણ રાઠવાને પ્રતાપ ધોળિયાભાઈ રાઠવા નામના શખસ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો અને બન્ને એક થવા માટેથી આડખીલી રુપ બનતા પતિ નારણ રાઠવાની હત્યા કરવાનું નક્કી કર્યુ હતું. દરમિયાન રાત્રીના વાડીએ ખાટલામાં સુતેલા નારણ રાઠવાની ભાવના તથા પ્રેમી પ્રતાપ અને તેના સાગરીત અજાણ્યા શખસે ગળાટૂંપો દઈ હત્યા નિપજાવી ફરાર થઈ ગયા હતા.આ બનાવ અંગેની જાણ થતા પોલીસ તેમજ મૃતક નારણના પરિવારજનો દોડી ગયા હતા અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. આ બનાવ અંગે પોલીસે મૃતક નારણના કાકા ગોવિંદભાઈની ફરિયાદ પરથી હત્યારી પુત્રવધૂ ભાવના તેમજ પ્રેમી પ્રતાપ રાઠવા અને તેના સાગરીત વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક