• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

જામકંડોરણાના રાયડી ગામે લગ્નના ચોથા દિવસે લુટેરી દુલ્હન ફરાર 2 લાખની છેતરાપિંડી અંગે ચાર સામે ફરિયાદ

જામકંડોરણા તા.13:  જામકંડોરણાના રાયડી ગામે રહેતા નીતિનભાઈ ભીખાભાઇ કંડોરિયા ઉ.40એ નાગપુરના મમતાબેન ઉર્ફે તારામાસી સુરેશભાઈ યાસ્કર, દિપાલી સુરેશભાઈ યાસ્કર, સોફિયાબેન સૌરભભાઈ ખંડાઈતકર અને સૌરભ વિજયભાઈ ખંડાઈતકર સામે લગ્ન કરી ચોથા દિવસે દુલ્હન પરત જતી રહી હોય 2 લાખની ઠગાઈ અંગે જામકંડોરણા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યું હતું કે મિત્ર બિપીનભાઈ અને તેની પત્ની ચાંદનીને લગ્નની વાત કરતા મિત્રએ જણાવેલ કે મેં નાગપુરમાં લગ્ન કર્યા છે ત્યાંથી કન્યા મળી જશે જેથી ત્યાં રહેતા તારામાસીને વાત કરતા તે છોકરી શોધી આપશે તેમ કહી ચારેય 5 માર્ચના રોજ રાયડી ગામે આવ્યા હતા અને દિપાલી નામની યુવતી તેમની સાથે આવી હતી અને લગ્ન કરવા હોય તો 1.60 લાખ આપવા પડશે અને પૈસા આપશો પછી જ કોર્ટ મેરેજ કરીશું તેમ કહેતા અમે એક દિવસ વિચારીને બીજા દિવસે હા પાડી 1.60 લાખ આપી કોર્ટ મેરેજ કર્યા હતા તે પછી રાત્રીના સોફિયાબેન અને સૌરભભાઈ બંને નાગપુર જતા રહ્યા હતા જ્યારે મમતાબેન 7 તારીખે નાગપુર જતા રહ્યા હતા બાદ દિપાલીને સોબિયાબેને ફોન કરી તારા દાદી ગુજરી ગયા છે જેથી વતન આવ તેમ કહેતા અમે ના પાડી હતી જેથી તારામાસીએ કહ્યું કે તમે ચિંતા ન કરો તેને નાગપુર જવા દો બધી જવાબદારી મારી રહેશે નહીં આવે તો હું પૈસા પરત આપી દઈશ જેથી 8 તારીખે દિપાલી નાગપુર ગઈ હતી બીજા દિવસે કોઈએ ફોન કરી દિપાલી મારી પત્ની છે અને મારે બે બાળકો છે તેમ કહ્યું હતું બાદમાં દિપાલી પરત નહીં આવતા અંતે ફરિયાદ નોંધાવી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક