4300
કરોડના ફાળા મુદ્દે રાહુલ ગાંધીના ચૂંટણી પંચને સવાલ : ગુજરાત મોડલને ગણાવ્યું વોટ
ચોરીનું મોડલ
નવી
દિલ્હી/મુઝફરપુર, તા.ર7 : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિશાને ફરીએકવાર ચૂંટણી પંચ
છે. ગુજરાતમાં કેટલીક ગૂમનામ રાજકીય પાર્ટીઓને કુલ 4300 કરોડના મળેલા ફંડ-ફાળા અંગેના એક અખબારના અહેવાલને ટાંકી તેમણે સવાલ ઉઠાવ્યો કે
ચૂંટણી પંચ આની તપાસ કરશે કે તેમની પાસે સોગંદનામું માગશે ? બિહારમાં વોટર અધિકાર યાત્રા
હેઠળ મુઝરફરપુર પહોંચેલા રાહુલ ગાંધીએ જનસભામાં આરોપ લગાવ્યો કે ગુજરાત મોડલ ચોરીનું
મોડલ છે. ગરીબોના વોટ કાપવામાં આવી રહ્યા છે.
બુધવારે
રાહુલ ગાંધીએ એકસ પોસ્ટ પર લખ્યું કે ગુજરાતમાં કેટલીક અનામ પાર્ટીઓ છે જેનું નામ કોઈએ
સાંભળ્યુ નથી, પરંતુ તેમને 4300 કરોડનો ફાળો મળ્યો. આ પાર્ટીઓએ ખુબ ઓછી ચૂંટણી લડી
છે, અથવા તેના પર ખર્ચ કર્યો છે. આ હજારો કરોડ આવ્યા કયાંથી ? કોણ તેને ચલાવી રહયું
છે ? આ નાણાં ગયા કયાં ? શું ચૂંટણી પંચ તેની તપાસ કરશે ? કે પછી કાયદો જ બદલી નાંખશો
જેથી ડેટાને છુપાવી શકાય ?