હાઈ વેની
વચ્ચે પડેલા
પ્લાસ્ટિકના
પાઈપ ઉપાડવામાં
પણ તંત્ર
ગંભીર નથી
ગડુ: જેતપુર
સોમનાથ નેશનલ
હાઈ વે
પર વેરાવળથી
ગડુ તરફનો રોડ એટલો
ખરાબ થયો
છે કે
વાહન ચાલકોને
ત્યાંથી
પસાર થવું
જાનના જોખમ
સમાન છે.
અતિ બિસમાર
રસ્તાના
કારણે અમુક
વાહનના ટાયર
ફાટયા, તો
અમુક ફોર
વ્હીલ અને
ટુ વ્હીલના
ટાયરે પ્લેટને
નુકસાન થયું
છે. રોડ
વચ્ચે આરસીસીના
બનાવેલા
ટુકડાઓ પડયા
હોવાથી કોઈ
ગંભીર અકસ્માત
સર્જાય તેવી
ભીતિ છે. કોન્ટ્રાક્ટર
દ્વારા રોડનું
કામ ચાલુ
છે પરંતુ
તેની તકેદારીના
ભાગરૂપે
પણ કોઈ
પગલાં લેવાયા
નથી.
સ્થાનિક
લોકો અને
રાહદારીઓ
આક્રોશ ઠાલવી
રહ્યા છે
કે તંત્રો કહેવાવાળું
કોઈ નથી
? અધિકારીઓ
ઘોર નિંદ્રામાં
ઊંઘી રહ્યા
હોય તેવું
લાગી રહ્યું
છે. જન્માષ્ટમી
જેવો તહેવાર
ગયો છે. સરકાર
યાત્રાધામ
સોમનાથને
સૌથી વધુ
પ્રાધાન્ય
આપી રહી
છે પરંતુ
ત્યાં જવાનો
રસ્તો અત્યારે
એટલી દયનીય
સ્થિતિમાં
છે તે
તંત્રને
દેખાતું
પણ નથી.
તંત્ર પણ
જાણે આંખ
ખાડા કાન
કરીને સૂતું
હોય તેવી
સ્થિતિ સર્જાણી
છે.શ્રાવણ
મહિનામાં
આખા દેશમાંથી
યાત્રિકો
સોમનાથ મહાદેવના
દર્શન કરવા
માટે આવ્યા
હતા,પરંતુ
આ રસ્તાના
કારણે ભારે
પરેશાન થયા
હતા.
નેશનલ હાઈ
વે ઓથોરિટી
સાથે વાત
કરતા તેમણે
જણાવ્યું
કે અમે
કોન્ટ્રાક્ટરને
આ પરિસ્થિતિ
અંગે જાણ
કરી દીધી
છે. જેમ
બને એમ
વહેલી તકે
એનું નિરાકરણ
લાવવામાં
આવશે. વરસાદના
કારણે આ
રોડ બનાવવામાં
ઘણા અવરોધ
આવેલા છે
પરંતુ હવે
ધ્યાન રાખવામાં
આવશે કે જેથી
વાહન ચાલકોને
પરેશાની
ન થાય.